________________
(૧) ઘણી પ્રકૃતિને બાંધનારો (૨) જઘન્યયોગવાળો (૩) અસંશી (૪) અપર્યાપ્તો.. એ-૪ વિશેષણવાળો જીવ જઘન્યપ્રદેશબંધ કરે છે.
ઘણી પ્રકૃતિ બંધાતી હોય ત્યારે તે પ્રકૃતિના ભાગમાં ઓછુ દલિક આવે છે. જઘન્યયોગવાળો જીવ ઓછા કર્મદલિકોને ગ્રહણ કરે છે. અસંજ્ઞી અને અપર્યાપાજીવોને યોગ ઓછો હોવાથી ઓછા કર્મદલિકોને ગ્રહણ કરે છે. તેથી એ-૪ વિશેષણવાળા જીવો જઘન્યપ્રદેશબંધના સ્વામી છે. મૂલ અને ૨૫ ઉત્તરપ્રકૃતિના ઉપ્રદેશબંધના સ્વામી - मिच्छ अजयचउ आऊ बितिगुण विणुमोहि सत्त मिच्छाइ । छण्हं सतरस सुहुमो अजया देसा बितिकसाए ॥९॥ मिथ्यादृष्टिरयतचत्वार आयुषो द्वितीयतृतीयगुणौ विना मोहेसप्तमिथ्यादृष्टयादीनि । षण्णां सप्तदशानां सूक्ष्मः, अयता देशा द्वितीयतृतीयकषायान् ॥९० ॥
ગાથાર્થ :- મિથ્યાદૃષ્ટિ અને અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે-૪ ગુણઠાણાવાળા જીવો આયુષ્યનો ઉouદેશબંધ કરે છે. બીજા-ત્રીજા ગુણઠાણા વિના મિથ્યાત્વાદિ-૭ ગુણઠાણાવાળાજીવો મોહનીયનો ઉપ્રદેશબંધ કરે છે. સૂક્ષ્મસંપરાયગુણઠાણાવાળા જીવો બાકીના ૬ મૂળકર્મો અને ૧૭ ઉત્તરપ્રકૃતિનો ઉચ્ચપ્રદેશબંધ કરે છે. અવિરતસમ્યગ્દષ્ટિજીવો બીજાકષાયનો અને દેશવિરતિધર ત્રીજાકષાયનો ઉouદેશબંધ કરે છે.
વિવેચન - મિથ્યાત્વ, સમ્યક્ત, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત ગુણઠાણામાં રહેલા ઉત્કૃષ્ટદ્યોગવાળા જીવો આયુષ્યનો ઉત્કૃષ્ટપ્રદેશબંધ કરે છે. કારણ કે મિશ્ર-અપૂર્વકરણાદિગુણઠાણે આયુષ્યનો બંધ હોતો નથી. તેથી તે ગુણઠાણામાં રહેલા જીવો આયુષ્યનો ઉ0પ્રદેશબંધ કરતા નથી.
શંકા - સાસ્વાદનગુણઠાણે આયુષ્ય બંધાય છે. તો ત્યાં કેમ આયુષ્યનો ઉચ્ચપ્રદેશ બંધ નથી કહ્યો?
સમાધાન :- સાસ્વાદનગુણઠાણે ઉત્કૃષ્ટયોગ હોતો નથી. જો