________________
ઘનલોકના ૩૪૩ ટુકડાને ૧૯થી ગુણાકાર કરીને રરથી ભાગાકાર કરવો. એટલે ઘનવૃત્તલોકના ઘનરાજની સંખ્યા આવશે. ૩૪૩૪૧૯૦૬૫૧૭ થાય......... ૬૫૧૭+૨૨=૨૯૬ થાય. એટલે ઘનવૃત્તલોકના એક-એક ઘનરાજ જેવડા ર૯૬ ટુકડા થાય છે. અને એ કાંઈકન્યૂન એક ઘનરાજ છે. તેને વ્યવહારથી સંપૂર્ણ એક ઘનરાજ માનવાથી ઘનવૃત્તલોકના એક-એક ઘનરાજ જેવડા “૨૯૭” ટુકડા થાય છે. સૂચિશ્રેણી:
સોયની જેમ એક આકાશપ્રદેશ જાડી અને ૭ રાજ લાંબી આકાશપ્રદેશની શ્રેણીને “સૂચિશ્રેણી” કહે છે.
શાસ્ત્રમાં જ્યાં શ્રેણીનો અસંખ્યાતમો ભાગાદિ કહેલો હોય ત્યાં ઘનીકૃતલોકની શ્રેણીનો અસંખ્યાતમો ભાગાદિ લેવો. પ્રતર :
એકસૂચિશ્રેણીમાં જેટલા આકાશપ્રદેશ હોય, તેટલી સૂચિશ્રેણીનું એક પ્રતર થાય. અથવા શ્રેણીના વર્ગને “પ્રતર” કહે છે. એટલે કે એક શ્રેણીમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા આકાશપ્રદેશના વર્ગને પ્રતર કહે છે અને એકશ્રેણીમાં જેટલા આકાશપ્રદેશ હોય. તેટલા આકાશપ્રદેશના ધનને “ઘનલોક” કહે છે.
અસત્કલ્પનાથી એકસૂચિશ્રેણીમાં ૧૦૦ આકાશપ્રદેશ છે.. એમ માનવામાં આવે, તો...૧૦૦ સૂચિશ્રેણીનું એuતર થાય અથવા ૧૦૦x૧૦૦=૧૦,૦૦૦[દશહજાર] આકાશપ્રદેશનું એક પ્રતર થાય. (૬૭) કોઇપણ સંખ્યાને તે જ સંખ્યાથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવે છે. તેને એ સંખ્યાનો
વર્ગ કહે છે. દાત) ૨૪૨=૪ થાય છે. તેમાં ૨ નો વર્ગ ૪ કહેવાય. (૬૮) કોઈપણ સંખ્યાને ત્રણવાર સ્થાપીને પરસ્પર ગુણવાથી જે સંખ્યા આવે છે.
તેને સ્થાપન કરેલી સંખ્યાનો ઘન કહેવાય. દાત) ૨૪૨૪૨૦૮ થાય છે. એટલે રનો ઘન-૮ થાય. એ જ રીતે, ૪૪૪૪૪=૬૪ થાય છે. એટલે ૪નો ઘન ૬૪ થાય.