________________
અને 100x૧૦૦x૧૦૦=૧000000 [૧૦લાખ] આકાશપ્રદેશનો એક ઘનલોક થાય.
જેમ ૧ ફૂટ લાંબા (ઉંચા), ૧ ફૂટ પહોળા અને ૧ ફૂટ જાડા ઘનપુસ્તકમાં ૧ ફૂટ લાંબા (ઉંચા), ૧ ફૂટ પહોળા અને એક સેમીના સંખ્યામાં ભાગ લેવડા જાડા પૃષ્ઠ હોય છે. તે પૃષ્ઠમાં અક્ષરની અનેક શ્રેણીઓ હોય છે. તેમ ઘનલોકમાં ૭ રાજ લાંબા, ૭ રાજ પહોળા અને એક આકાશપ્રદેશ જેવડા જાડા અસંખ્ય પ્રતર હોય છે. અને એક-પ્રતરમાં એક આકાશપ્રદેશ જેટલી જાડી અને ૭ રાજ લાંબી અસંખ્યશ્રેણી હોય છે. તે એક શ્રેણીમાં અસંખ્ય આકાશપ્રદેશ હોય છે. ઉપશમશ્રેણી - अणदंसनपुंसित्थी, वेयछक्कं च पुरिसवेयं च । दो दो एगंतरिए, सरिसे सरिसं उवसमेइ ॥९८॥ अनन्तानुबन्धिदर्शननपुंसकस्त्रीवेदषट्कं च पुरुषवेदं च । द्वौ द्वौ एकान्तरितौ सदृशो सदृशमुपशमयति ॥१८॥
ગાથાર્થ - ઉપશમશ્રેણીમાં સૌ પ્રથમ અનંતાનુબંધીચતુષ્ક ઉપશાન થાય છે. ત્યારપછી દર્શનમોહનીય ઉપશાન થાય છે. ત્યારપછી ક્રમશઃ નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યષક, પુત્રવેદ ઉપશાંત થાય છે. ત્યારપછી એક-એક કષાયના [સંક્રોધાદિના આંતરે બે બે સરખે સરખા કષાયો ઉપશાંત થાય છે.
વિવેચન - જેમ ધૂળને પાણી છાંટીને હથોડાથી કૂટીને દબાવી દેવાથી તે ધૂળ અમુક સમય સુધી પવનાદિથી ઉડી શકે નહીં. તેમ કર્માણને વિશુદ્ધિરૂપ પાણી છાંટીને અનિવૃત્તિકરણરૂપ હથોડાથી તૂટીફૂટીને એવી સ્થિતિમાં મૂકી દેવામાં આવે છે કે, અંતમહુર્ત સુધી તેમાં ઉદય, ઉદીરણા, નિધત્તિ, નિકાચના ન થઈ શકે. એવી કર્મોની અવસ્થાને “ઉપશમ” કહે છે.