________________
*
જી.
બંધાય છે. એટલે તે બન્ને ગુણઠાણે સરખી જ પ્રકૃતિ બંધાય છે. તેથી મિશ્રગુણઠાણે અપ્ર૦૪નો ઉચ્ચપ્રદેશબંધ થવો જોઈએ પણ થતો નથી. તેનું કારણ ઉત્કૃષ્ટયોગનો અભાવ છે. તે સિવાય અન્ય કોઈ કારણ જણાતું નથી. - મોહનીયકર્મ ૧થી૮ ગુણઠાણા સુધી બંધાય છે. પરંતુ સાસ્વાદને અને મિશ્ર ઉયોગ ન હોવાથી ઉ0પ્રદેશબંધ થતો નથી. એટલે મિથ્યાત્વાદિ-૭ ગુણઠાણે મોહનીયનો ઉ0પ્રદેશબંધ કહ્યો છે અને આયુષ્ય ન બંધાતું હોય ત્યારે આયુષ્યનો થોડો ભાગ મોહનીયને મળે છે. એટલે મોહનીયના ઉ0પ્રદેશબંધના સ્વામી “સાતમૂળકર્મોના બંધક” કહ્યાં છે. જ્ઞાનાવરણીયાદિ-૬ કર્મના ઉ0પ્રદેશબંધના સ્વામી :
જ્ઞાનાવરણીયાદિ ૬કર્મો ૧થી૧૦ ગુણઠાણા સુધી બંધાય છે. પરંતુ ૧૦માં ગુણઠાણે જ્ઞાનાવરણીયાદિ-૬કર્મને આયુષ્ય અને મોહનીયનો થોડો ભાગ મળે છે. તેથી ૧૦માં ગુણઠાણામાં રહેલા ઉયોગવાળા જીવો જ્ઞાનાવરણીયાદિ મૂળકર્મોનો ઉઅપ્રદેશબંધ કરે છે. ૧૭પ્રકૃતિના ઉouદેશબંધના સ્વામી -
જ્ઞાના૦૫, દર્શના૦૪, અંતરાય-૫, શાતા, યશ અને ઉચ્ચગોત્ર. એ-૧૭ પ્રકૃતિ ૧થી૧૦ ગુણઠાણા સુધી બંધાય છે. મંજુ ૧૦માં ગુણઠાણે તે દરેક પ્રકૃતિને આયુષ્ય અને મોહનીયના ભાગના થોડાથોડા દલિકો મળે છે. તથા દર્શનાવરણીય-૪ને નિદ્રા-પનો ભાગ મળે છે. અને યશને નામકર્મનો સંપૂર્ણ ભાગ મળે છે. તેથી તે ૧૭ પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ ઉયોગવાળા સૂક્ષ્મસંપરાયી જીવો કરે છે. અપ્રત્યાખ્યાનીય-૪ અને પ્રત્યાખ્યાનીય-૪ના ઉouદેશબંધના સ્વામી :
૧થી૪ ગુણઠાણા સુધી અપ્રત્યાખ્યાનીય-૪ બંધાય છે. પણ ૪થા ગુણઠાણે અપ્રત્યા૦૪ને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના દલિકોનો ભાગ મળે છે. અને આયુષ્ય ન બંધાતું હોય ત્યારે આયુષ્યનો પણ થોડો ભાગ મળે છે. તેથી ઉત્કૃષ્ટયોગવાળા પર્યાપ્તા અવિરતસમ્યગ્દષ્ટિજીવો ૭મૂળકર્મોને બાંધતી વખતે અપ્રત્યાખ્યાનીય-૪નો ઉOપ્રદેશબંધ કરે છે.
હું ૩૩૧