________________
તેનાથી પ્રકૃતિભેદ અસંખ્યગુણા છે. તેનાથી સ્થિતિભેદો અસંખ્યગુણા છે. તેનાથી સ્થિતિબંધના અધ્યવસાયો અસંખ્યગુણા છે. તેનાથી રસબંધના અધ્યવસાયો અસંખ્યગુણા છે. તેનાથી કર્મપ્રદેશો [કર્મસ્કંધ અનંતગુણા છે. તેનાથી રસચ્છેદ [રસાણુ] અનંતગુણા છે.
યોગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. તથા કષાયથી સ્થિતિબંધ અને રસબંધ થાય છે.
વિવેચન - યોગ સ્થાનકો સૌથી થોડા છે. કારણ કે સૂચિ શ્રેણિના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય છે. તેટલા યોગસ્થાનકો છે. એટલે તે પ્રકૃતિભેદાદિની અપેક્ષાએ થોડા છે.
કે તેનાથી પ્રકૃતિભેદો અસંખ્યગુણા છે. કારણકે સૂક્ષ્મદ્રષ્ટિથી એકએક પ્રકૃતિના અસંખ્યભેદ થાય છે. જેમકે, આવશ્યકાદિ ગ્રન્થોમાં કહ્યું છે કે અવધિજ્ઞાની જઘન્યથી સુક્ષ્મપનકની સુિક્ષ્મનિગોદીયા જીવની) ત્રીજાસમયે જેટલી અવગાહના હોય તેટલા ક્ષેત્રમાં રહેલા પદાર્થને અવધિજ્ઞાનથી જાણે છે, તે અવધિજ્ઞાનનો પ્રથમભેદ છે. તેનાથી એક આકાશપ્રદેશ વધારે હોય તેટલા ક્ષેત્રમાં રહેલા પદાર્થને અવધિજ્ઞાનથી જાણે છે. તે બીજો ભેદ છે. તેનાથી એક આકાશપ્રદેશ વધારે હોય તેટલા ક્ષેત્રમાં રહેલા પદાર્થને અવધિજ્ઞાનથી જાણે છે. તે ત્રીજોભેદ છે. એ રીતે, એક-એક આકાશપ્રદેશની વૃદ્ધિ કરતાં કરતાં અવધિજ્ઞાનના વિષયભૂત ઉત્કૃષ્ટક્ષેત્ર સુધી જતાં અવધિજ્ઞાનના અસંખ્યભેદ થાય છે. એટલે ક્ષેત્રની તરતમતાથી અવધિજ્ઞાન અસંખ્યપ્રકારે થાય છે. તેથી અવધિજ્ઞાનાવરણીયના બન્ધના પણ અસંખ્યભેદ થાય છે. કારણકે બન્ધની વિચિત્રતાથી ક્ષયોપશમમાં વિચિત્રતા ઉત્પન્ન થાય છે. એટલે અવધિજ્ઞાનનો ક્ષયોપશમ અસંખ્ય પ્રકારે થવાથી અવધિજ્ઞાનાવરણીયનો પ્રકૃતિબંધ પણ અસંખ્યપ્રકારે હોય છે.
એ જ રીતે, અનેકજીવની અપેક્ષાએ મતિજ્ઞાનાવરણીયાદિનો પ્રકૃતિબંધ અસંખ્યપ્રકારે થાય છે અને બીજી પણ સર્વે મૂલપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિના ક્ષેત્રાદિભેદની અપેક્ષાએ બન્ધની વિચિત્રતાથી અથવા ઉદયની વિચિત્રતાથી અસંખ્યભેદ થાય છે. બૃહન્શતકર્ણિકાર ભગવંતે બધ-ઉદયની વિચિત્રતાથી ચારે આનુપૂર્વીના લોકના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશપ્રદેશ જેટલા [અસંખ્ય] ભેદો કહ્યાં છે.
૬૩૫૪