________________
અભવ્યની અપેક્ષાએ સં૦૪નો અનુત્કૃષ્ટપ્રદેશબંધ ધ્રુવ છે. અને ભવ્યની અપેક્ષાએ સં૦૪નો અનુત્કૃષ્ટપ્રદેશબંધ અધ્રુવ છે.
દર્શના૦૪+જ્ઞાના૦૫+અંતo૫+નિદ્રા-પ્રચલા+ભય-જુગુપ્સા અપ૦૪wત્યા૦૪+સં૦૪=૩૦ ધ્રુવબંધીપ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ પૂર્વ કહ્યાં મુજબ ૧ કે ૨ સમય સુધી જ થાય છે. એટલે જ્યારે એ-૩૦ પ્રકૃતિનો ઉOપ્રદેશબંધ શરૂ થાય છે. ત્યારે એ-૩૦ પ્રકૃતિના ઉouદેશબંધની સાદિ થાય છે અને ૧ કે ૨ સમય પછી એ-૩૦ પ્રકૃતિનો ઉouદેશબંધ અધ્રુવ [સાંત થાય છે.
૭મૂળકર્મના બંધક ઉત્કૃષ્ટયોગવાળા મિથ્યાષ્ટિ તિર્યચ-મનુષ્યો અપર્યાપ્ત એકે પ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિ બાંધતી વખતે વર્ણાદિ-૪, વૈશ૦, કાવશ૦, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત એ-૯ પ્રકૃતિનો ૧ કે ૨ સમય સુધી ઉ0પ્રદેશબંધ કરીને અનુત્કૃષ્ટપ્રદેશબંધ કરે છે અને મિથ્યાદષ્ટિ તિર્યંચમનુષ્યો મૂળકર્મને બાંધતી વખતે થીણદ્વિત્રિક, મિથ્યાત્વ, અને અનંતાનુબંધી-૪નો ૧ કે ૨ સમયસુધી ઉ0પ્રદેશબંધ કરીને અનુત્યુ-પ્રદેશબંધ કરે છે. કાલાન્તરે એ જ મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો ફરીથી તે ધ્રુવબંધી-૧૭ પ્રકૃતિનો ૧ કે ૨ સમયસુધી ઉપ્રદેશબંધ કરીને અનુત્કૃષ્ટપ્રદેશબંધ કરે છે. એ રીતે, ધ્રુવબંધી-૧૭ પ્રકૃતિનો ઉcપ્રદેશબંધ અને અનુત્કૃષ્ટપ્રદેશબંધ વારંવાર થતો હોવાથી સાદિ-અધ્રુવ જ છે. | સર્વજઘન્યયોગવાળા લબ્ધિ-પર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયાજીવો ભવના પ્રથમસમયે ધ્રુવબંધી ૪૭પ્રકૃતિનો જ પ્રદેશબંધ કરે છે. બીજાસમયે તે પ્રકૃતિનો અજઘન્યપ્રદેશબંધ કરે છે. કાલાન્તરે ફરીથી એ જ જીવ લબ્ધિ-અપર્યાપ્તસૂક્ષ્મનિગોદમાં ઉત્પન્ન થઈને ભવના પ્રથમસમયે ધ્રુવબંધી ૪૭ પ્રકૃતિનો જ પ્રદેશબંધ કરે છે. બીજા સમયે એ-૪૭ પ્રકૃતિનો અજધન્યપ્રદેશબંધ કરે છે. એ રીતે, ધ્રુવબંધી ૪૭ પ્રકૃતિનો જઘન્યપ્રદેશબંધ અને અજઘન્યપ્રદેશબંધ વારંવાર થતો હોવાથી સાદિઅધ્રુવ જ છે.
બાકીની-૭૩ પ્રકૃતિ અધુવબંધી હોવાથી તે પ્રકૃતિના ઉત્કૃષ્ટાદિ ચારે પ્રદેશબંધ સાદિ-અધ્રુવ જ હોય છે.
૩૫ર