________________
ઉત્કૃષ્ટયોગવાળા જીવો ૭મૂળકર્મને બાંધતી વખતે નિદ્રાદ્ધિકનો ૧ કે ૨ સમય સુધી ઉપ્રદેશબંધ કર્યા પછી અનુભૃષ્ટપ્રદેશબંધ કરે છે. તે વખતે નિદ્રાદ્રિકના અનુભૃષ્ટપ્રદેશબંધની સાદિ થાય છે. ચોથાગુણઠાણે નહીં આવેલા જીવને નિદ્રાદ્વિકનો અનુભૃષ્ટપ્રદેશબંધ અનાદિ છે. અભવ્યની અપેક્ષાએ નિદ્રાદ્વિકનો અનુભૃષ્ટપ્રદેશબંધ ધ્રુવ છે. ભવ્યની અપેક્ષાએ નિદ્રાદ્રિકનો અનુત્કૃષ્ટપ્રદેશબંધ અધ્રુવ છે.
૪થી૮ ગુણઠાણામાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા જીવો ૭મૂળકર્મને બાંધતી વખતે ભય-જુગુપ્સાનો ૧ કે ૨ સમય સુધી ઉત્કૃષ્ટપ્રદેશબંધ કર્યા પછી અનુત્કૃષ્ટપ્રદેશબંધ કરે છે. તે વખતે ભય-જુગુપ્સાના અનુભૃષ્ટપ્રદેશબંધની સાદિ થાય છે. એ જ રીતે, ચોથાગુણઠાણામાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા જીવો મૂળકર્મને બાંધતી વખતે અપ્રત્યાખ્યાનીય-૪નો ૧ કે ૨ સમય સુધી ઉત્કૃષ્ટપ્રદેશબંધ કર્યા પછી અનુભૃષ્ટપ્રદેશબંધ કરે છે. તે વખતે અનુભૃષ્ટપ્રદેશબંધની સાદિ થાય છે. ચોથાગુણઠાણે નહીં આવેલા જીવને તે-૬ પ્રકૃતિનો અનુભૃષ્ટપ્રદેશબંધ અનાદિ છે. અભવ્યની અપેક્ષાએ તે-૬ પ્રકૃતિનો અનુભૃષ્ટપ્રદેશબંધ ધ્રુવ છે અને ભવ્યની અપેક્ષાએ તે-૬ પ્રકૃતિનો અનુભૃષ્ટપ્રદેશબંધ અધ્રુવ છે.
પાંચમાગુણઠાણામાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા જીવો મૂળકર્મને બાંધતી વખતે પ્રત્યાખ્યાનીય-૪નો ૧ કે ૨ સમય સુધી ઉત્કૃષ્ટપ્રદેશબંધ કર્યા પછી અનુભૃષ્ટપ્રદેશબંધ કરે છે. તે વખતે પ્રત્યાજના અનુભૃષ્ટપ્રદેશબંધની સાદિ થાય છે. પાંચમાગુણઠાણે નહીં આવેલા જીવને પ્રત્યા૪નો અનુત્કૃષ્ટપ્રદેશબંધ અનાદિ છે. અભવ્યની અપેક્ષાએ પ્રત્યા૦૪નો અનુત્કૃષ્ટપ્રદેશબંધ ધ્રુવ છે અને ભવ્યની અપેક્ષાએ પ્રત્યા૪નો અનુભૃષ્ટપ્રદેશબંધ અધ્રુવ છે.
નવમા ગુણઠાણાના બીજા-ત્રીજા-ચોથા-પાંચમા ભાગમાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા મહાત્મા ક્રમશઃ સંક્રોધ, સંમાન, સંમાયા અને સંગ્લોભનો ૧ કે ૨ સમય સુધી ઉપ્રદેશબંધ કર્યા પછી અનુભૃષ્ટપ્રદેશબંધ કરે છે. તે વખતે તે પ્રકૃતિના અનુત્કૃષ્ટપ્રદેશબંધની સાદિ થાય છે. ૯મા ગુણઠાણે નહીં આવેલાને સં૦૪નો અનુત્કૃષ્ટપ્રદેશબંધ અનાદિ છે.
૩૫૧