________________
થાય છે. અથવા કોઈક જીવ ૧૦માં ગુણઠાણાના છેલ્લાસમયે ઉત્કૃષ્ટપ્રદેશબંધ કરીને ૧૧માં ગુણઠાણે જાય છે. ત્યાંથી પડીને ફરીથી ૧૦માં ગુણઠાણે આવીને અનુત્કૃષ્ટપ્રદેશબંધ કરે છે. તે વખતે ૬કર્મના અનુત્કૃષ્ટપ્રદેશબંધની સાદિ થાય છે. જે જીવો ૧૦મા ગુણઠાણામાં નથી આવેલા તે જીવોને કર્મોને અનુત્કૃષ્ટપ્રદેશબંધ અનાદિ છે. અભવ્યને અનુત્કૃષ્ટપ્રદેશબંધનો કયારેય અંત આવવાનો નથી. તેથી અભવ્યની અપેક્ષાએ ૬કર્મનો અનુત્કૃષ્ટપ્રદેશબંધધ્રુવ [અનાદિ] છે. ભવ્યને ભવિષ્યમાં ક્યારેક અનુત્કૃષ્ટપ્રદેશબંધનો અંત આવવાનો છે. તેથી ભવ્યની અપેક્ષાએ ૬કર્મનો અનુત્કૃષ્ટપ્રદેશબંધ અદ્ય [સાંતડે છે.
સૂક્ષ્મસંપરાયગુણઠાણામાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા મહાત્મા જે સમયે જ્ઞાનાવરણીયાદિ-૬કર્મોનો ઉ0પ્રદેશબંધ કરે છે. તે સમયે જ્ઞાનાવરણીયાદિકર્મના ઉચ્ચપ્રદેશબંધની સાદિ થાય છે અને ૧ કે ૨ સમય સુધી જ ઉ0પ્રદેશબંધ થાય છે. ત્યારપછી જ્ઞાનાવરણીયાદિ-૬ કર્મોનો ઉouદેશબંધ અધ્રુવ=સાંત થાય છે.
મિથ્યાત્વ અને સમ્યકત્વાદિ-૬ ગુણઠાણામાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા જીવો મોહનીયનો ઉ0પ્રદેશબંધ કરે છે. તે વખતે મોહનીયના ઉouદેશબંધની સાદિ થાય છે. ૧ કે ૨ સમય પછી મોહનીયનો ઉચ્ચપ્રદેશબંધ પૂર્ણ થાય છે. ત્યારે મોહનીયનો ઉ૦પ્રદેશબંધ અધુવ થાય છે. ત્યારબાદ મોહનીયના અનુત્કૃષ્ટપ્રદેશબંધની સાદિ થાય છે. ફરી કાલાંતરે મોહનીયનો ઉ0પ્રદેશબંધ કરે છે. તે વખતે મોહનીયનો અનુOપ્રદેશબંધ અધ્રુવ થાય છે. એ રીતે, મોહનીયનો ઉચ્ચપ્રદેશબંધ અને અનુવપ્રદેશબંધ વારંવાર થતો હોવાથી તે બન્ને પ્રદેશબંધ સાદિ-અધુવ છે.
સર્વજઘન્યયોગવાળા લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયાજીવો ભવના પ્રથમસમયે આયુ વિના જ્ઞાનાવરણીયાદિ-૭કર્મોનો જ પ્રદેશબંધ કરે છે. બીજા સમયે તે-૭કર્મોનો અજઘન્યપ્રદેશબંધ થાય છે. એ જ જીવ કાલાંતરે ફરી લબ્ધિ-અપ૦સૂક્ષ્મનિગોદમાં ઉત્પન્ન થઈને ભવના પ્રથમસમયે એ-૭ કર્મોનો જઘન્યપ્રદેશબંધ કરે છે. એ રીતે જ પ્રદેશબંધ અને અજઘન્યપ્રદેશબંધ વારંવાર થતો હોવાથી કર્મના તે બન્ને પ્રદેશબંધ સાદિ-અધ્રુવ છે.
V૩૪૯)