________________
ઉત્કૃષ્ટાદિ પ્રદેશબંધમાં સાઘાદિ-૪ ભાંગા - दंसणछगभयकुच्छा-बितितुरियकसायविग्घनाणाणं । मूलछगेऽणुक्कोसो, चउह दुहा सेसि सव्वत्थ ॥१४॥ दर्शनषट्कभयकुत्साद्वितीयतृतीयतुर्यकषायविघ्नज्ञानानाम् । मूलषट्केऽनुत्कृष्टः, चतुर्धा द्विधा शेषे सर्वत्र ॥९४ ॥
ગાથાર્થ - દર્શનાવરણીયની-૬, ભય-જુગુપ્સા, બીજો-ત્રીજો-ચોથો કષાય, અંતરાય, જ્ઞાનાવરણીય-૫ અને ૬મૂલકર્મોનો અનુત્કૃષ્ટપ્રદેશબંધ સાદિ વગેરે ૪ પ્રકારે થાય છે. એ જ પ્રકૃતિના બાકીના ઉત્કૃષ્ટાદિ૩ પ્રદેશબંધ- ૨ પ્રકારે થાય છે અને બાકીની પ્રકૃતિના ઉત્કૃષ્ટાદિ-૪ પ્રદેશબંધ- ૨ પ્રકારે થાય છે.
વિવેચન પ્રદેશબંધ-૪ પ્રકારે છે. (૧) ઉત્કૃષ્ટપ્રદેશબંધ (૨) અનુત્કૃષ્ટ પ્રદેશબંધ (૩) જઘન્યપ્રદેશબંધ (૪) અજઘન્યપ્રદેશબંધ...
સૌથી વધુમાં વધુ કાર્મણસ્કંધોને ગ્રહણ કરવા, તે ઉત્કૃષ્ટપ્રદેશબંધ કહેવાય. તેનાથી એક કાર્મણáધન્યૂન, બે કાર્મણસ્કંધન્યૂન, ત્રણકાર્મણસ્કંધન્યૂન એ રીતે, એક-એક કાર્મણસ્કંધન્યૂન કરતાં કરતાં છેલ્લે જઘન્યપ્રદેશબંધ સુધીના દરેક ભેદને અનુત્કૃષ્ટપ્રદેશબંધ કહે છે. ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ ભેદોમાં પ્રદેશબંધના દરેક ભેદનો સમાવેશ થઈ જાય છે.
સૌથી ઓછામાં ઓછા કાર્મણસ્કંધોને ગ્રહણ કરવા, તે જઘન્યપ્રદેશબંધ કહેવાય. તેનાથી એક કાર્માસ્કંધ અધિક, બેકાર્મણસ્કંધ અધિક, ત્રણકાર્મણસ્કંધ અધિક એ રીતે, એક-એક કાર્મણસ્કંધ અધિક કરતાં કરતાં છેલ્લે ઉ0પ્રદેશબંધ સુધીના દરેક ભેદને અજઘન્યપ્રદેશબંધ કહે છે. જઘન્ય અને અજઘન્ય ભેદોમાં પ્રદેશબંધના દરેકભેદનો સમાવેશ થઈ જાય છે. મૂલ-૮કર્મના ઉત્કૃષ્ટાદિપ્રદેશબંધમાં ભાંગા -
ઉત્કૃષ્ટયોગવાળા સૂક્ષ્મસંપરા ગુણઠાણામાં રહેલા મહાત્મા જ્ઞાનાવરણીયાદિ-૬ મૂળકર્મોનો ૧ કે ૨ સમય સુધી ઉ0પ્રદેશબંધ કર્યા પછી અનુત્કૃષ્ટપ્રદેશબંધ કરે છે. તે વખતે ૬કર્મોના અનુત્કૃષ્ટપ્રદેશબંધની સાદિ