________________
એક-એક યોગસ્થાનકમાં રહેલા અનેકજીવો સર્વે પ્રકૃતિને બાંધે છે. અથવા અનેકસમયની અપેક્ષાએ એકજીવ એક-એક યોગસ્થાનમાં રહીને સર્વપ્રકૃતિને બાંધે છે. તેથી પણ યોગસ્થાનકથી પ્રકૃતિભેદ અસંખ્યગુણા થાય છે.
શંકા :- જીવો અનંતા હોવાથી બંધ-ઉદયની વિચિત્રતાથી પ્રકૃતિના અનંતભેદ કેમ ન થાય?
સમાધાન :- જીવો અનંતા છે પણ એકસરખા બંધ અને એકસરખા ઉદયવાળા અને કજીવો હોય છે. તે જીવોની અપેક્ષાએ પ્રકૃતિના ભેદ થતા નથી. પણ એકસરખો બંધ-ઉદય ન હોય એવા જીવોની અપેક્ષાએ પ્રકૃતિનો ભેદ થાય છે. તેથી પ્રકૃતિના ભેદ અસંખ્યાતા જ થાય છે. અનંતા ન થાય.
* તેનાથી પ્રિકૃતિભેદથી] સ્થિતિભેદો [સ્થિતિબંધસ્થાનો] અસંખ્યગુણા છે. કારણકે એકજીવ એકપ્રકૃતિભેદનો ક્યારેક અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ કરે છે. ક્યારેક સમયાધિક અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ કરે છે. કયારેક કિસમયાધિક અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ કરે છે. એ રીતે, જઘન્યસ્થિતિબંધથી માંડીને ઉ0સ્થિતિબંધ સુધીના જેટલા સમય થાય તેટલા એક પ્રકતિભેદના સ્થિતિબંધસ્થાની સ્થિતિભેદો થાય છે. એ જ રીતે, દરેક પ્રકૃતિભેદના અસંખ્ય-અસંખ્ય સ્થિતિબંધસ્થાનો [સ્થિતિના ભેદો] થાય છે. એટલે પ્રકૃતિભેદથી સ્થિતિભેદો અસંખ્યગુણા છે.
તેનાથી સ્થિતિબંધના અધ્યવસાયો અસંખ્યગુણા છે. કારણકે પેજનં૦૧૫૬માં કહ્યા મુજબ એક-એક સ્થિતિબંધસ્થાને અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. એટલે સ્થિતિભેદથી સ્થિતિબંધના અધ્યવસાયો અસંખ્યગુણા છે.
તેનાથી રસબંધના અધ્યવસાયો અસંખ્યગુણા છે. કારણકે એકએક વેશ્યાના તીવ્ર-મંદાદિ તરતમતાના કારણે અસંખ્યભેદ થાય છે. તેથી એક જ સ્થિતિબંધના અધ્યવસાયસ્થાને રહેલા દરેક જીવોને કૃષ્ણાદિ એક જ લેશ્યા હોય, તો પણ તે તરતમતાવાળી હોવાથી દરેક જીવોને રસબંધનો અધ્યવસાય જુદો જુદો હોય છે. તથા સ્થિતિબંધના અધ્યવસાયનો કાળ