________________
ગાથાનં૦૯૫માં કહ્યું છે કે, યોગસ્થાનકો શ્રેણીના અસંખ્યાતમા ભાગ જેટલા છે. તેમાં “શ્રેણી” એટલે શું? એ કહેવું જોઇએ. પરંતુ ઘનીકૃતલોકનું સ્વરૂપ સમજાવ્યા વિના શ્રેણીનું સ્વરૂપ સમજાવી શકાતું નથી એટલે ગ્રન્થકારભગવંત ઘનીકૃતલોકનું સ્વરૂપ સમજાવી રહ્યાં છે. ઘનીકૃતલોકાદિનું સ્વરૂપ - चउदसरजू लोगो, बुद्धिकओ सत्तरज्जुमाणघणो । तद्दीहेगपएसा, सेढी पयरो अ तव्वग्गो ॥९७॥ चतुर्दशरज्जुः लोको बुद्धिकृतो भवति सप्तरज्जुघनः । तद्दीधैंकप्रदेशा श्रेणिः प्रतरश्च तद्वर्गः ॥९७॥
ગાથાર્થ :- ૧૪ રાજલોકનો બુદ્ધિથી કરાયેલો ઘન ૭ રાજ પ્રમાણ થાય છે. તે ઘિનીકતલોકીની ૭ રાજ લાંબી એક પ્રદેશની શ્રેણીને સૂચિશ્રેણિ કહે છે અને તેના વર્ગને પ્રતર કહે છે.
વિવેચન - લોક ૧૪ રાજ ઉંચો છે. તેમાં વચ્ચે ૧ રાજ પહોળી. અને ૧૪ રાજ ઉંચી ત્રસનાડી છે. લોકનું નીચેનું તળીયું ૭ રાજ પહોળુ છે ત્યાંથી ઉપર જતાં પહોળાઈ ઘટતી જાય છે. જ્યારે ૭ રાજ ઉંચા જઇએ ત્યારે “તિચ્છલોક” આવે છે. ત્યાં લોકની પહોળાઈ ૧ રાજ હોય છે. ત્યાંથી ઉપર જતાં પહોળાઈ વધતી જાય છે. જ્યારે ૧oll રાજ ઉંચા જઇએ ત્યારે લોકની પહોળાઇ ૫ રાજ હોય છે. ત્યાંથી ઉંચે જતાં લોકની પહોળાઈ ઘટતી જાય છે. જ્યારે ૧૪ રાજ ઉંચા જઇએ ત્યારે લોકની પહોળાઈ ૧ રાજ હોય છે. એ લોકને અતિકલ્પનાથી એવી રીતે ગોઠવવામાં આવે, કે તેની લંબાઇ-પહોળાઇ-જાડાઈ એકસરખી થઈ જાય. ત્યારે તે “ઘનીકૃતલોક” કહેવાય.
ચિત્રનં૦૧માં બતાવ્યા મુજબ અધોલોકમાં ત્રસનાડીની ડાબી સાઈડમાં B વિભાગ છે તે નીચેથી ૩ રાજ પહોળો છે. તેના ઉપર ૭ રાજ ઉંચા જઈએ ત્યારે તિષ્ણુલોકની નીચે રજજુના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પહોળો છે અને ૭ રાજ ઉંચો છે. તેને ત્યાંથી ઉપાડીને ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર કરીને [ઉંધો કરીને] ચિત્રનં૦રમાં
૩૫૭