________________
નીચેના ભાગમાં બતાવ્યા મુજબ ત્રસનાડીની જમણી સાઈડમાં A વિભાગની સાથે B વિભાગને ગોઠવી દેવાથી ચિત્રનં૦૩માં બતાવ્યા મુજબ અધોલોક ૭ રાજ લાંબો [ઉંચો], ૪ રાજ પહોળો અને ૪ . રાજ જાડો થાય છે.
ચિત્રનં૦૧માં બતાવ્યા મુજબ ઉર્ધ્વલોકમાં ત્રસનાડીની ડાબી સાઇડમાં બ્રહ્મદેવલોકની મધ્યથી નીચે C વિભાગ છે. અને તેની ઉપર D વિભાગ છે. તેમાં તે વિભાગ ઉપરથી બે રાજ પહોળો છે નીચેથી અંગુલના હજારમા ભાગ પ્રમાણ પહોળો છે. અને ૩ રાજ ઉંચો છે. તથા D વિભાગ નીચેથી બે રાજ પહોળો છે. ઉપરથી અંગુલના હજારમા ભાગ પ્રમાણ પહોળો છે. અને ૩ રાજ ઉંચો છે. તે બન્ને વિભાગને ઉપાડીને ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર કરીને ચિત્રનં૦રમાં ઉપરના ભાગમાં બતાવ્યા મુજબ સનાડીની જમણી સાઈડમાં F વિભાગની સાથે C વિભાગને અને E વિભાગની સાથે D વિભાગને ગોઠવી દેવાથી ચિત્રનં૦૪માં બતાવ્યા મુજબ ઉર્ધ્વલોક ૭ રાજ લાંબો [ઉંચો], ૩ રાજ પહોળો અને ૩ રાજ જાડો થાય છે. ત્યારપછી અધોલોકની સાથે ઉર્ધ્વલોકને જોડી દેવાથી ચિત્રનં૦૫માં બતાવ્યા મુજબ લોક ૭ રાજ લાંબો [ઉંચો] ૭ રાજ પહોળો અને ૭ રાજ જાડો થાય છે. તેથી તે “સમચતુરસ્ત્રઘનીકૃતલોક” કહેવાય.
અહીં સમચોરસ ઘનશોકની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ કાંઈક ન્યૂન ૭ રાજ પ્રમાણ છે. તો પણ વ્યવહારનયથી જેમ કાંઇક જૂન ૭ હાથના કપડાને સંપૂર્ણ ૭ હાથનું કપડું મનાય છે. તેમ કાંઇક ન્યૂન ૭ રાજ પ્રમાણ ઘનીકૃતલોકને સંપૂર્ણ ૭ રાજનો ઘનીકૃતલોક મનાય છે.
* ૧ રાજ લાંબા, ૧ રાજ પહોળા, ૧ રાજ જાડા રજુને ઘનરાજ કહે છે. સમચોરસઘનલોકના ૭૪૭૪૭=૩૪૩ ઘનરાજ થાય છે. એટલે કે સમચોરસઘનલોકના એક-એક ઘનરાજ જેવડા કુલ ૩૪૩ ટુકડા થાય છે.
વાસ્તવિક રીતે, લોક તો “ઘનવૃત્ત” છે. એ ઘનવૃત્તલોકના એક-એક ઘનરાજના કેટલા ટુકડા થાય? એ જાણવું હોય, તો સમચોરસ
૬૩૫૮