________________
જે મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિજીવો સાતમૂળકર્મોના બંધક હોય અને ઉત્કૃષ્ટ યોગવાળા હોય, તે તિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯ અથવા મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિ બાંધતી વખતે વજ્રઋષભનારાચનો ઉપ્રદેશબંધ ક૨ે છે. કારણકે એકેન્દ્રિયપ્રાયોગ્ય ૨૩/૨૫/૨૬ પ્રકૃતિ અને દેવનરકપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિ બાંધતી વખતે વજ્રઋષભનારાચ બંધાતું નથી અને તિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૩૦ કે મનુષ્યપ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિ બાંધતી વખતે વજ્રઋષભનારાચ બંધાય છે પણ તે વખતે નામકર્મના દલિકના ઘણા ભાગ થવાથી વજ્રઋષભનારાચના ભાગમાં થોડા ઓછા દલિકો આવે છે. તેથી તે પ્રકૃતિનો ઉ૦પ્રદેશબંધ થતો નથી. એટલે તિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯ કે મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધનારા મિથ્યાર્દષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિજીવોને વજ્રઋષભનારાચના ઉપ્રદેશબંધના સ્વામી કહ્યાં છે.
૭૭ પ્રકૃતિના ઉપ્રદેશબંધના સ્વામીઃनिद्दापयलादुजुयल-भयकुच्छातित्थ सम्मगो सुजई । આહારવુાં તેસા, ક્ષેમપસ મિો ૫૧૨૫ निद्राप्रचला द्वियुगलभयकुत्सातीर्थं सम्यग्गः सुयतिः । आहारकद्विकं शेषा उत्कृष्टप्रदेशका मिथ्यादृष्टिः ॥ ૬૨ ||
ગાથાર્થ :- સમ્યગ્દષ્ટિજીવો નિદ્રા-પ્રચલા, ૨ યુગલ, ભય-જુગુપ્સા અને તીર્થંકરનામકર્મનો ઉપ્રદેશબંધ કરે છે. સુતિ આહારકક્રિકનો ઉપ્રદેશબંધ કરે છે અને બાકીની પ્રકૃતિનો ઉપ્રદેશબંધ મિથ્યાર્દષ્ટિજીવો કરે છે.
વિવેચન : - ચોથાથી ૮મા ગુણઠાણાના ૧લા ભાગ સુધી નિદ્રાદ્ધિકને થીણદ્વિત્રિકનો ભાગ મળે છે અને આયુષ્ય ન બંધાતુ હોય ત્યારે આયુષ્યનો પણ થોડો ભાગ મળે છે. એટલે ચોથાથી ૮મા ગુણઠાણાના પહેલા ભાગમાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા જીવો ૭ મૂળકર્મને બાંધતી વખતે નિદ્રાદ્વિકનો ઉત્કૃષ્ટપ્રદેશબંધ કરે છે.
૩૩૪