________________
બીજા-ત્રીજા ગુણઠાણે ઉયોગ હોતો નથી અને પહેલા ગુણઠાણે ઉયોગ હોય છે પણ થીણદ્વિત્રિક બંધાતી હોવાથી તેનો ભાગ નિદ્રાદ્ધિકને મળતો નથી. એટલે પહેલા ત્રણ ગુણઠાણામાં રહેલા જીવો નિદ્રાદિકનો ઉ0પ્રદેશબંધ કરતાં નથી. તેથી સમ્યગ્દષ્ટિજીવોને નિદ્રાહકના ઉOપ્રદેશબંધના સ્વામી કહ્યાં છે. હાસ્યાદિ-૬ના ઉ૦પ્રદેશબંધના સ્વામી -
ચોથાથી છઠ્ઠા ગુણઠાણા સુધી શોક-અરતિને મિથ્યાત્વનો ભાગ મળે છે અને આયુષ્ય ન બંધાતું હોય ત્યારે આયુષ્યનો થોડો ભાગ મળે છે. તેથી ચોથાથી છઠ્ઠા ગુણઠાણામાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા જીવો. ૭ મૂળકર્મને બાંધતી વખતે શોક-અરતિનો ઉચ્ચપ્રદેશબંધ કરે છે.
ચોથાથી ૮મા ગુણઠાણા સુધી હાસ્ય-રતિ-ભય-જુગુપ્સાને મિથ્યાત્વનો ભાગ મળે છે અને આયુષ્ય ન બંધાતુ હોય ત્યારે આયુષ્યનો પણ થોડો ભાગ મળે છે. તેથી ૪થી ૮ ગુણઠાણામાં રહેલા ઉત્કૃયોગવાળા જીવો ૭કર્મમૂળને બાંધતી વખતે હાસ્યાદિ-૪નો ઉOપ્રદેશબંધ કરે છે. - બીજા-ત્રીજાગુણઠાણે ઉ0યોગ હોતો નથી. અને પહેલા ગુણઠાણે ઉયોગ હોય છે પણ મિથ્યાત્વ બંધાતું હોવાથી તેનો ભાગ હાસ્યાદિ૬ને મળતો નથી. એટલે પહેલા ત્રણ ગુણઠાણામાં હાસ્યાદિ-૬નો ઉચ્ચપ્રદેશબંધ થતો નથી. તેથી હાસ્યાદિ-૬ના ઉચ્ચપ્રદેશબંધના સ્વામી સમ્યગ્દષ્ટિજીવો કહ્યાં છે. જિનનામના ઉouદેશબંધના સ્વામી :
૭મૂળકર્મને બાંધનારા, ચોથાથી આઠમા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગમાં રહેલા, ઉત્કૃષ્ટયોગવાળા મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૯ કે ૩૧ પ્રકૃતિ બાંધતી વખતે જિનનામકર્મનો ઉUપ્રદેશબંધ કરે છે. કારણ કે એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩/૦૫/૨૬ પ્રકૃતિ અને દેવ-નરકમાયોગ્ય-૨૮ પ્રકૃતિ બાંધતી વખતે જિનનામકર્મ બંધાતું નથી અને મનુષ્યપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિ બાંધતી વખતે