________________
જિનનામકર્મ બંધાય છે પણ તે વખતે નામકર્મના દલિકના ૩૦ ભાગ થવાથી જિનનામકર્મના ભાગમાં થોડા ઓછા દલિકો આવે છે. તેથી જિનનામકર્મનો ઉ0પ્રદેશબંધ થતો નથી અને દેવપ્રાયોગ્ય ૨૯ કે ૩૧ પ્રકૃતિ બાંધતી વખતે નામકર્મના દલિકના ૨૯ ભાગ જ થાય છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૯ કે ૩૧ પ્રકૃતિને બાંધનારા સમ્યગ્દષ્ટિમનુષ્યો જ જિનનામના ઉ0પ્રદેશબંધના સ્વામી કહ્યાં છે. આહારકદ્ધિકના ઉચ્ચપ્રદેશબંધના સ્વામી :
૭મૂળકર્મોને બાંધનારા, ૭મા ગુણઠાણાથી ૮મા ગુણઠાણાના ૬ઢાભાગમાં રહેલા, ઉત્કૃષ્ટયોગવાળા અપ્રમત્તમુનિ દેવપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિ બાંધતી વખતે આહારકદ્ધિકનો ઉ0પ્રદેશબંધ કરે છે. કારણ કે નામકર્મની ૨૩૨૫/૨૬/૨૮/૨૯ પ્રકૃતિ બાંધતી વખતે આહારકદ્ધિક બંધાતું નથી અને દેવપ્રાયોગ્ય-૩૧ પ્રકૃતિ બાંધતી વખતે આહારકદ્ધિક બંધાય છે પણ તે વખતે નામકર્મના દલિકના ઘણા ભાગ પડવાથી આહારકદ્વિકના ભાગમાં થોડા ઓછા દલિકો આવે છે. તેથી આહારદ્ધિકનો ઉચ્ચપ્રદેશબંધ થતો નથી. એટલે દેવપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિને બાંધનારા અપ્રમત્તમુનિને આહારકદ્ધિકના ઉચ્ચપ્રદેશબંધના સ્વામી કહ્યાં છે. ૬૬ પ્રકૃતિના ઉouદેશબંધના સ્વામી -
બાકીની થીણદ્વિત્રિક, મિથ્યાત્વ, અનંતા૦૪, સ્ત્રીવેદ, નપુંસકવેદ, નરકત્રિક, તિર્યંચત્રિક, મનુષ્યદ્ધિક, જાતિ-૫, ઔદારિકદ્વિક, તૈજસશરીર, કાર્મણશરીર, સંઘયણ-૫, સંસ્થાન-૫, વર્ણાદિ-૪, અશુભવિહાયોગતિ. અગુરુલઘુચતુષ્ક, નિર્માણ, આતપ-ઉદ્યોત, ચતુષ્ક, સ્થિર-શુભ, સ્થાવરદશક, નીચગોત્રએ-૬૬ પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ મિથ્યાદષ્ટિજીવો જ કરે છે. કારણકે નરકત્રિક, જાતિ-૪, સ્થાવરાદિ-૪, હુંડક, આતપ, છેવટું, નપુંસક, મિથ્યાત્વ એ-૧૬ પ્રકૃતિ મિથ્યાત્વગુણઠાણા સુધી જ બંધાય છે. તેથી તેનો ઉચ્ચપ્રદેશબંધ મિથ્યાદષ્ટિજીવો કરે છે. તિર્યંચત્રિક, થીણદ્વિત્રિક, દુર્ભગત્રિક, અનં૦૪, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, નીચગોત્ર,