________________
મુનિ દેવપ્રાયોગ્ય ૩૦/૩૧ પ્રકૃતિ બાંધે છે. પણ અપર્યાપ્તસંજ્ઞી કરતાં 'અપ્રમત્તમુનિનો જઘન્યયોગ પણ અસંખ્ય ગુણ હોય છે એટલે અપ્રમત્ત મુનિ તે પ્રકૃતિનો જOપ્રદેશબંધ કરી શકતા નથી. તેથી ભવના પ્રથમસમયે દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધનારા મનુષ્યોને જ દેવદ્રિક અને વૈક્રિયદ્ધિકના જ પ્રદેશબંધના સ્વામી કહ્યાં છે.
શંકા - પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિ બાંધતી વખતે દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિકને બાંધે છે. તેથી પર્યાપ્ત અસંશીને એ-૪ પ્રકૃતિના જ પ્રદેશબંધના સ્વામી કેમ ન કહ્યાં ?
સમાધાન - અપર્યાપ્તસંજ્ઞીથી પર્યાપ્તઅસંજ્ઞીનો જઘન્યયોગ પણ અસંખ્યગુણો છે. તેથી પર્યાપ્તઅસંજ્ઞી એ-૪ પ્રકૃતિનો જ પ્રદેશબંધ કરી શકતા નથી. ૧૦૯ પ્રકૃતિના જ પ્રદેશબંધના સ્વામી :
લબ્ધિ-અપર્યાપ્તસૂક્ષ્મનિગોદીયા જીવો પોતાના આયુષ્યના ત્રીજાભાગના પ્રથમસમયે તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો જ પ્રદેશબંધ કરે છે. કારણ કે ત્યારપછીના સમયે અસંખ્યગુણયોગ વધે છે. અને ચાલુભવના આયુષ્યના બે ભાગ ગયા પછી જ આયુષ્ય બંધાય છે. એટલે તે બન્ને આયુષ્યનો જ પ્રદેશબંધ ચાલુભવના આયુષ્યના ત્રીજાભાગના પ્રથમસમર્થ કહ્યો છે.
| સર્વજઘન્યયોગવાળા લબ્ધિ-અપર્યાપ્તાસૂક્ષ્મનિગોદીયા જીવો ભવના પ્રથમસમયે અપર્યાપ્તત્રસપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિ બાંધતી વખતે અપર્યાપ્તાનામકર્મનો જ પ્રદેશબંધ કરે છે અને પર્યાપ્તએકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિ બાંધતી વખતે સૂમ-સાધારણનો જ પ્રદેશબંધ કરે છે. કારણ કે નામકર્મની ર૬/૨૮ વગેરે પ્રકૃતિ બાંધતી વખતે એ-૩ પ્રકૃતિ બંધાતી નથી અને અપર્યાપ્ત એકે પ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિ બાંધતી વખતે એ-૩ પ્રકૃતિ બંધાય છે પણ તે વખતે નામકર્મના દલિકના ઓછા ભાગ થવાથી એ-૩ પ્રકૃતિના ભાગમાં વધારે દલિકો આવે છે. તેથી તેનો જ પ્રદેશબંધ થતો નથી. તેથી
૩૪૨