________________
૭મૂલકર્મોના બંધક, ઉત્કૃષ્ટયોગવાળા મિથ્યાદષ્ટિજીવો પર્યાપ્ત એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિ બાંધતી વખતે પર્યાપ્ત નામકર્મ, પરાઘાત, ઉચ્છવાસ, સ્થિર, શુભનો ઉ0પ્રદેશબંધ કરે છે. કારણકે એ-૫ પ્રકૃતિ અ૫૦એ કે પ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિની સાથે બંધાતી નથી અને પર્યાપ્તએ કેન્દ્રિય-પ્રાયોગ્ય-૨૬ પ્રકૃતિની સાથે બંધાય છે પણ તે વખતે નામકર્મના દલિકના ઘણા ભાગ થવાથી તેના ભાગમાં ઓછા દલિકો આવે છે. તેથી એ-૫ પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ થતો નથી. તેથી પર્યાપ્ત એકેન્દ્રિયપ્રાયોગ્ય-રપ પ્રકૃતિને બાંધનારા મિથ્યાદષ્ટિજીવોને એ-૫ પ્રકૃતિના ઉouદેશબંધના સ્વામી કહ્યાં છે.
૭મૂલકર્મોને બાંધનારા, ઉત્કૃષ્ટયોગવાળા મિથ્યાષ્ટિજીવો પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય-૨૬ પ્રકૃતિ બાંધતી વખતે આતપ અને ઉદ્યોતનો ઉ0પ્રદેશબંધ કરે છે.
૭મૂલકર્મોના બંધક, ઉત્કૃષ્ટયોગવાળા મિથ્યાદષ્ટિ તિર્યચ-મનુષ્યો નરકમાયોગ્ય-૨૮ પ્રકૃતિ બાંધતી વખતે નરકદ્ધિક, અશુભવિહાયોગતિ, દુઃસ્વર એ-૪ પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ કરે છે. કારણ કે નામકર્મની ૨૩ ૨૫/ર૬ પ્રકૃતિની સાથે નરકદ્ધિકાદિ-૪ બંધાતી નથી અને તિર્યંચપ્રાયોગ્ય૨૯/૩૦ કે મનુષ્યપ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિની સાથે અશુભવિહાયોગતિ અને દુઃસ્વર બંધાય છે. પણ તે વખતે નામકર્મના દલિકના ઘણા ભાગ પડવાથી તે બન્ને પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ થતો નથી. તેથી નરપ્રા૦૨૮ પ્રકૃતિને બાંધનારા મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યોને જ નરકદ્ધિકાદિ-૪ પ્રકૃતિના ઉOપ્રદેશબંધના સ્વામી કહ્યાં છે.
૭મૂલકર્મોના બંધક, ઉત્કૃષ્ટયોગવાળા મિથ્યાદૃષ્ટિજીવો તિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯ કે મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિ બાંધતી વખતે મધ્યમ૪ સંઘયણ અને મધ્યમ-૪ સંસ્થાનનો ઉ0પ્રદેશબંધ કરે છે. કારણકે નામકર્મની ૨૩/૦૫/ર૬/૨૮ પ્રકૃતિ બાંધતી વખતે એ-૮ પ્રકૃતિ બંધાતી નથી અને તિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિ બાંધતી વખતે એ-૮ પ્રકૃતિ બંધાય છે. પણ તે વખતે નામકર્મના દલિકના ઘણા ભાગ થવાથી તેના ભાગમાં ઓછા દલિકો આવે છે તેથી તે પ્રકૃતિનો ઉચ્ચપ્રદેશબંધ થતો નથી.
A ૩૩૮