________________
સંવમાનાદિ-૩પ્રકૃતિ બાંધતી વખતે સંવમાનને મોહનીયના દલિકનો ત્રીજો ભાગ મળે છે. તેથી ૯માગુણઠાણાના ત્રીજાભાગમાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા જીવો સંવમાનનો ઉચ્ચપ્રદેશબંધ કરે છે. નવમાં ગુણઠાણાના ચોથાભાગે મોહનીયની સં૦માયાદિ-૨ પ્રકૃતિ બાંધતી વખતે સંવમાયાને મોહનીયના દલિકનો અભાગ મળે છે. તેથી ૯માગુણઠાણાના ચોથા ભાગમાં રહેલા ઉત્કૃષ્ટવાળા જીવો સં૦માયાનો ઉ0પ્રદેશબંધ કરે છે. અને ૯માગુણઠાણાના પાંચમા ભાગે સંલોભને મોહનીયનું સંપૂર્ણ દલિક મળતું હોવાથી ૯માગુણઠાણાના પાંચમા ભાગમાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા જીવો સંદ્રલોભનો ઉ0પ્રદેશબંધ કરે છે. શુભવિહાયોગત્યાદિ-૯ પ્રકૃતિના ઉપ્રદેશબંધના સ્વામી :
જે મિથ્યાષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિજીવો સાતમૂળકર્મોને બાંધતા હોય અને ઉત્કૃષ્ટયોગવાળા હોય, તે દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિ બાંધતી વખતે શુભવિહાયોગતિ, દેવદ્રિક, વૈક્રિયદ્વિક, સમચતુરઐસંસ્થાન, સુભગત્રિક એ-૯ પ્રકૃતિનો ઉચ્ચપ્રદેશબંધ કરે છે. કારણકે એકેન્દ્રિયપ્રાયોગ્ય ૨૩/૦૫/૨૬ પ્રકૃતિ બાંધતી વખતે એ-૯ પ્રકૃતિ બંધાતી નથી અને નામકર્મની ૨૯/૩૦/૩૧ પ્રકૃતિ બાંધતી વખતે એ-૯ પ્રકૃતિ બંધાય છે પણ તે વખતે નામકર્મના દલિકના ઘણા ભાગ થવાથી એ-૯ પ્રકૃતિના ભાગમાં થોડા ઓછા દલિકો આવે છે. તેથી એ-૯ પ્રકૃતિનો ઉOપ્રદેશબંધ થતો નથી. એટલે દેવપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિને બાંધનારા મિથ્યાદષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિજીવોને શુભવિહાયોગત્યાદિ-૯ પ્રકૃતિના ઉચ્ચપ્રદેશબંધના સ્વામી કહ્યાં છે. મનુષ્યાયુ-દેવાયુ-અશાતા-વજૂઋષભનારાચના ઉouદેશબંધના સ્વામી -
ઉત્કૃષ્ટયોગવાળા મિથ્યાષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિજીવો ૮મૂળકર્મને બાંધતી વખતે મનુષ્યાયુનો અને દેવાયુનો ઉ0પ્રદેશબંધ કરે છે.
ઉત્કૃષ્ટયોગવાળા મિથ્યાષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિજીવો મૂળકર્મોને બાંધતી વખતે અશાતાનો ઉચ્ચપ્રદેશબંધ કરે છે.