________________
સાસ્વાદનગુણઠાણે ઉત્કૃષ્ટયોગ હોય, તો સાસ્વાદનગુણઠાણે જ અનંતાનુબંધીને મિથ્યાત્વનો ભાગ મલવાથી અનંતાનુબંધીનો ઉ0પ્રદેશબંધ થાય. તેથી અનંતાનુબંધીના અનુત્કૃષ્ટપ્રદેશબંધના સાદ્યાદિ-૪ ભાંગા થાય પણ શાસ્ત્રકાર . ભગવંત ગાથા નં૦૯૪માં અનંતાનુબંધીના અનુત્કૃષ્ટપ્રદેશબંધના સાદિ-સાંત જ ભાંગા બતાવ્યા છે. સાઘાદિ-૪ ભાંગા બતાવ્યા નથી. તેથી એવું જણાય છે કે, સાસ્વાદનગુણઠાણુ થોડો જ કાળ રહેતું હોવાથી તથાવિધ પ્રયત્ન થઈ શકતો નથી. અથવા અન્ય કોઇપણ કારણથી સાસ્વાદનગુણઠાણામાં ઉત્કૃષ્ટયોગ હોતો નથી. તથા મતિજ્ઞાનાવરણીય-૧૭ પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ સૂક્ષ્મસંપરાય ગુણઠાણાવાળા જીવો કરે છે. અને બાકીની પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ મિથ્યાષ્ટિ જ કરે છે. સાસ્વાદની કરતા નથી. એમ કહેલું હોવાથી પણ એવું જણાય છે કે સાસ્વાદનગુણઠાણે ઉત્કૃષ્ટયોગનો અસંભવ છે. તેથી સાસ્વાદનગુર્ણઠણે આયુષ્યનો ઉ0પ્રદેશબંધ નથી કહ્યો. મોહનીયના ઉ0પ્રદેશબંધના સ્વામી -
મિથ્યાત્વ, સમ્યકત્વ, દેશવિરતિ, પ્રમત્ત-અપ્રમત્ત, અપૂર્વકરણ અને અનિવૃત્તિગુણઠાણામાં રહેલા ઉત્કૃષ્ટયોગી આયુષ્ય ન બંધાતું હોય ત્યારે મોહનીયનો ઉત્કૃષ્ટપ્રદેશબંધ કરે છે.
શંકા-સાસ્વાદન-મિત્રે મોહનીયનો ઉouદેશબંધ કેમ ન થાય?
સમાધાનઃ- સાસ્વાદનગુણઠાણે ઉપર કહ્યાં મુજબ ઉયોગ હોતો નથી અને મિશ્રગુણઠાણે પણ ઉયોગનો અભાવ છે. કારણ કે જો મિશ્રગુણઠાણે ઉ૦યોગ હોય, તો અપ્રત્યાખ્યાનીય-૪નો ઉ0પ્રદેશબંધ મિશ્રગુણઠાણે જ થાય. સમ્યકત્વગુણઠાણે ન થાય કારણકે સમ્યક્ત્વગુણઠાણે આયુષ્ય ન બંધાય ત્યારે મૂળ-૭ કર્મો બંધાય છે. અને મોહનીયની ઉત્તરપ્રકૃતિ-૧૭ બંધાય છે. એ જ રીતે, મિશ્રગુણઠાણે પણ આયુષ્ય બંધાતું ન હોવાથી મૂળ-૭કર્મો જ બંધાય છે અને મોહનીયની ઉત્તરપ્રકૃતિ-૧૭
(૬૪) સ્વોપજ્ઞટીકામાં કહ્યું છે કે, મતો સાસ્વાદુનમણીયુષ ૩ષ્ટ પ્રશસ્વામિના
મિચ્છન્તિ તન્મતમુપેક્ષતિ સ્થિiા આથી એવું નક્કી થાય કે, કોઇક આચાર્યભગવંત સાસ્વાદનીને પણ આયુષ્યના ઉ0પ્રદેશબંધના સ્વામી માને છે.
૩૩૦