________________
अल्पतरप्रकृतिबन्धी उत्कटयोगी च संज्ञीपर्याप्तः । करोति प्रदेशोत्कृष्टं जघन्यकं तस्य व्यत्यासे ॥८९॥
ગાથાર્થ :- ઘણી ઓછી પ્રકૃતિને બાંધનારો, ઉત્કૃષ્ટયોગવાળો, સંજ્ઞી, પર્યાપ્તોજીવ ઉત્કૃષ્ટપ્રદેશબંધ કરે છે. તેનાથી વિપરીત વિશેષણવાળો જીવ જઘન્યપ્રદેશબંધ કરે છે.
વિવેચનઃ- (૧) થોડી પ્રકૃતિને બાંધનારો (૨) ઉત્કૃષ્ટયોગવાળો (૩) સંશી (૪) પર્યાપ્ત...... એ ૪ વિશેષણવાળો જીવ ઉત્કૃષ્ટપ્રદેશબંધ કરે છે.
થોડી પ્રકૃતિ બંધાતી હોય ત્યારે નહીં બંધાતી પ્રકૃતિના ભાગનું દલિક બંધાતી પ્રકૃતિને મળવાથી બંધાતી પ્રકૃતિના ભાગમાં ઘણુ દલિક આવે છે. તેથી ‘‘અપ્પયરપયડીબંધી'' વિશેષણ મુક્યું છે.
પ્રદેશબંધનું કારણ “યોગ” છે. એટલે જ્યારે જીવને ઉત્કૃષ્ટયોગ હોય છે. ત્યારે ઘણા કર્મદલિકો ગ્રહણ કરે છે. તેથી બંધાતી પ્રકૃતિના ભાગમાં ઘણુ દલિક આવે છે. એટલે ‘‘hRsનોળી'' વિશેષણ મુક્યું છે.
અસંજ્ઞીજીવો કરતાં સંક્ષીજીવોને અસંખ્યગુણ યોગ હોય છે અને અપર્યાપ્તાજીવો કરતાં પર્યાપ્તાજીવોને અસંખ્યગુણ યોગ હોય છે. તેથી અસંખ્યગુણા કર્મદલિકોને ગ્રહણ કરે છે. તેથી બંધાતી પ્રકૃતિના ભાગમાં ઘણા દિલકો આવે છે. એટલે “પન્નો” અને “સન્નિ” વિશેષણ મૂક્યું છે. અહીં ‘કરણપર્યાપ્તો'' જીવ લેવો.
અહીં ઉત્કૃષ્ટયોગવાળો જીવ “સંશી પર્યાપ્તો” જ હોય છે. એટલે ઉત્કૃષ્ટયોગી કહેવાથી સંજ્ઞીપર્યાપ્તાનો બોધ થઇ જાય છે. તો પણ મંદબુદ્ધિવાળાને સ્પષ્ટ બોધ કરાવવા માટે “સંશીપર્યાપ્તો” વિશેષણ મૂકેલું છે. તથા સંજ્ઞીપર્યાપ્તો જીવ અલ્પતરપ્રકૃતિબંધક હોય. પણ જો જઘન્યયોગવાળો હોય, તો ઉત્કૃષ્ટપ્રદેશબંધ કરી શકતો નથી એટલે “ઉત્કૃષ્ટયોગી” વિશેષણ સાર્થક છે. અને સંજ્ઞીપર્યાપ્તો જીવ ઉત્કૃષ્ટયોગવાળો હોય પણ જો ઘણી પ્રકૃતિને બાંધતો હોય, તો વિવક્ષિતપ્રકૃતિનો ઉપ્રદેશબંધ કરી શકતો નથી. એટલે “અલ્પતરપ્રકૃતિબંધક' વિશેષણ સાર્થક છે.
૩૨૮