________________
સંસારમાં ભટકતો કોઇપણ એક જીવ ઉત્સર્પિણીના પ્રથમ સમયમાં મરણ પામે પછી સમયજૂન ૨૦કો કોસાકાળ ગયા બાદ ફરીથી ઉત્સર્પિણી શરૂ થાય ત્યારે બીજા સમયે મરણ પામે પછી બે સમય ન્યૂન ૨૦કોકો સાવ કાળ ગયા બાદ ફરીથી ઉત્સપિણી શરૂ થાય ત્યારે ત્રીજા સમયે મરણ પામે એ રીતે, જેટલા કાળમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના દરેક સમયો ક્રમશઃ મરણ વડે સ્પર્શી રહે તેટલા કાળને “સૂક્ષ્મકાળપુદ્ગલપરાવર્ત” કહે છે.
અહીં કોઇપણ એક જીવ ઉત્સર્પિણીના પ્રથમસમયે મરણ પામ્યા પછી ૨૦કોકો સા૦ સુધી જે જે સમયે મરણ પામે છે, તે સમય ગણતરીમાં લેવાતા નથી. અને કદાચ તે જીવ જો ઉત્સર્પિણીના બીજા સમયે પણ મરણ ન પામે, તો ફરીથી ૨૦કોકો(સા) સુધીના જે જે સમયમાં મરણ થાય, તે તે સમયો પણ ગણતરીમાં લેવાતા નથી. ભાવ પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ :
સંસારમાં ભટકતો કોઈપણ એક જીવ ગાથાનં૦૬૩ના વિવેચનમાં કહ્યા મુજબ જ રસબંધના અધ્યવસાયથી માંડીને ઉરસબંધના અધ્યવસાય સુધીના અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા રસબંધના અધ્યવસાયસ્થાનોમાંથી કોઇવાર તીવ્રરસબંધના અધ્યવસાયસ્થાને મરણ પામે છે. તો કોઇવાર મંદરસબંધના અધ્યવસાયસ્થાને મરણ પામે છે. એ રીતે, જેટલા કાળમાં તે જીવ અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા રસબંધના અધ્યવસાયસ્થાનોને [આડા-અવળા] મરણવડે સ્પર્શી રહે છે તેટલાકાળને “બાદરભાવ પુગલપરાવર્ત” કહે છે.
અસત્કલ્પનાથી... અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા રસબંધના અધ્યવસાયો=૧૦ કરોડ માનવામાં આવે, તો.
એ નામનો જીવ પહેલીવાર ૧લા જઘન્યરસબંધના અધ્યવસાયસ્થાનમાં મરણ પામે છે. એટલે કે તે જીવને મરતી વખતે જઘન્યરસબંધનો પરિણામ હોય છે. પછી એ બીજીવાર ૧૦૦મા રસબંધના અધ્યવસાયસ્થાનોમાં મરણ પામે, પછી મેં ત્રીજીવાર ૧000મા રસબંધના