________________
મરણવડે સ્પર્શીને મૂકતાં જેટલો કાળ લાગે, તેટલા કાળને ક્ષેત્રાદિ બાદરપુગલપરાવર્ત કહે છે. અને એ ત્રણેને ક્રમશઃ મરણવડે સ્પર્શ કરવાથી જેટલો કાળ લાગે, તેટલા કાળને ક્ષેત્રાદિસૂમપુગલપરાવર્ત કહે છે.
વિવેચન :- ક્ષેત્ર=આકાશપ્રદેશ.
જેટલા કાળમાં સંસારમાં ભટકતો કોઇપણ એકજીવ લોકમાં રહેલા સંપૂર્ણ આકાશપ્રદેશોને ક્રમ વિના આડા-અવળા] મરણવડે સ્પર્શીને મૂકે છે. તેટલા કાળને “બાદરક્ષેત્રપુદ્ગલપરાવર્ત” કહે છે.
લોકમાં આકાશપ્રદેશની આડી અને ઉભી અસંખ્યશ્રેણીઓ છે. તે એક-એક શ્રેણીમાં અસંખ્ય આકાશપ્રદેશો હોય છે. અસત્કલ્પનાથી ઘનીકૃતલોકની અસંખ્ય આOU૦ની શ્રેણી=૧૦૦ એકશ્રેણીમાં અસંખ્ય આકાશપ્રદેશ=૧00000
માનવામાં આવે, તો. એ નામનો જીવ પ્રથમશ્રેણીમાં અસંખ્ય=૧૦૦ આકાશપ્રદેશમાં મરણ પામે છે. તે વખતે ૧૦૦ આકાશપ્રદેશને મરણવડે સ્પર્શે છે.
છે એ બીજીવાર બીજીશ્રેણીમાં ૧૦૦ આOU૦માં મરણ પામે છે પછી ત્રીજીવાર માં પ્રથમ શ્રેણીમાં ૧૦૧થી૩૦૦ આવકમાં મરણ પામે છે. એ રીતે, એ નામનો જીવ જેટલા કાળે ૧૦૦ શ્રેણીમાં રહેલા કુલ૧૦000000[૧કરોડ] આકાશપ્રદેશને મરણવડે સ્પર્શી રહે છે તેટલા કાળને “બાદરક્ષેત્રપુદ્ગલપરાવર્ત” કહે છે.
અહીં મ નામનો જીવ જે આકાશપ્રદેશમાં મરણ પામ્યો હોય તે જ આકાશપ્રદેશમાં ફરીવાર મરણ પામે, તો તે આકાશપ્રદેશો ગણતરીમાં ન લેવાય. (૬૩) સ્વોપજ્ઞ ટીકામાં કહ્યું છે કે, જીવ જેટલા આકાશપ્રદેશમાં મરણ પામે છે. તેટલા આકાશપ્રદેશ મરણવડે સ્પર્શેલા ગણવા.
પંચસંગ્રહમાં કહ્યું છે કે, જીવની અવગાહના અસંખ્ય આકાશપ્રદેશ જેટલી હોય છે. એટલે મરણ વખતે જીવ અસંખ્ય આકાશપ્રદેશને સ્પર્શે છે. તેમાંથી ૧ આકાશપ્રદેશની મરણવડ સ્પર્શના ગણાય છે.
૬૩૨૪