________________
વધુ ચાર જ વાર આહારકશરીર બનાવી શકે છે. તેથી એકજીવ સર્વે પુદ્ગલોને આહારકશરીરરૂપે પરિણાવી શકતો નથી. એટલે દ્રવ્યપુદ્ગલપરાવર્તમાં આહારક વર્ગણાનું ગ્રહણ કર્યું નથી. ઔદારિકાદિ સૂક્ષ્મપુદ્ગલપરાવર્તરૂપ કાળનું અલ્પબદુત્વ
(૧) કાર્મણસૂક્ષ્મપુદ્ગલપરાવર્તનરૂપકાળ સૌથી ઓછો અિનંત કાળચક્ર] છે. કારણકે કાર્મણસ્કંધો અનંતાનંત પરમાણુના બનેલા છે. અને સંસારીજીવ પ્રતિસમયે કાર્મણસ્કંધોને ગ્રહણ કરે છે. તેથી તે પુલપરાવર્ત પહેલા પૂર્ણ થાય છે.
(૨) તેનાથી તૈજસપુદ્ગલપરાવર્તરૂપકાળ અનંતગુણ છે. કારણકે કાર્મણસ્કંધોની જેમ તૈજસસ્કંધોને પણ સંસારી જીવ પ્રતિસમયે ગ્રહણ કરે છે. પરંતુ તેજસસ્કંધો ઓછા પરમાણુના બનેલા છે તેથી તે પુલપરાવર્ત અનંતગુણાકાળે પૂર્ણ થાય છે.
(૩) તેનાથી ઔદારિકસૂક્ષ્મપુદ્ગલપરાવર્તરૂપકાળ અનંતગુણ છે. કારણ કે તેજસસ્કંધોથી ઔદારિકન્કંધો ઓછા પરમાણુના બનેલા અને કોઈ પણ જીવ તિર્યંચ-મનુષ્યના ભવોમાં જ પ્રતિસમયે ઔદારિકપુલસ્કંધોને ઔદારિકશરીરરૂપે પરિણાવે છે. તેથી ઔદારિકસૂર્મપુદ્ગલપરાવર્ત અનંતગુણાકાળે પૂર્ણ થાય છે.
. (૪) તેનાથી શ્વાસોચ્છવાસસૂક્ષ્મપુદ્ગલપરાવર્તકાળ અનંતગુણ છે. કારણ કે મોદારિકન્કંધોથી શ્વાસોચ્છવાસસ્કંધો ઘણા પરમાણુવાળા હોવાથી સૂક્ષ્મ છે. પણ લબ્ધિ-અપર્યાપ્તાજીવો તે પુદ્ગલોને ગ્રહણ કરી શકતા નથી. શ્વાસોચ્છવાસપર્યાપ્તિએ પર્યાપ્તા જીવો જ શ્વાસોચ્છવાસપુદ્ગલોને ગ્રહણ કરીને શ્વાસોચ્છવાસરૂપે પરિણાવીને મૂકે છે. તેથી શ્વાસોચ્છવાસસૂક્ષ્મપુદ્ગલપરાવર્ત અનંતગુણાકાળે પૂર્ણ થાય છે.
(૫) તેનાથી મનસૂક્ષ્મપુદ્ગલપરાવર્તરૂપ કાળ અનંતગુણ છે કારણ કે શ્વાસોચ્છવાસથી મનઃપુદ્ગલસ્કંધો ઘણા પરમાણુના બનેલા હોવાથી સૂક્ષ્મ છે પરંતુ મન:પર્યાપ્તિ એ પર્યાપ્તા સંજ્ઞીજીવો જ મનોદ્રવ્યને ગ્રહણ કરીને
૩૨૨T