________________
(૧) બાદરદ્રવ્યપુદ્ગલપરાવર્ત (૨) સૂક્ષ્મદ્રવ્યપુદ્ગલપરાવર્ત (૩) બાદરક્ષેત્રપુદ્ગલપરાવર્ત (૪) સૂક્ષ્મક્ષેત્રપુગલપરાવર્ત (૫) બાદરકાળપુદ્ગલપરાવર્ત (૬) સૂક્ષ્મકાળપુદ્ગલપરાવર્ત (૭) બાદરભાવપુદ્ગલપરાવર્ત (૮) સૂક્ષ્મભાવપુદ્ગલપરાવર્ત
દરેક પુદ્ગલપરાવર્તનો કાળ અનંતઉત્સર્પિણી-અવસર્પિણી છે.
(1) જેમાં સમયે સમયે જીવનું શરીર અને આયુષ્યનું પ્રમાણાદિકની અપેક્ષાએ વૃદ્ધિ અનુભવાય છે, તે ઉત્સર્પિણી કહેવાય.
| (૨) જેમાં સમયે સમયે જીવનું શરીર અને આયુષ્યનું પ્રમાણાદિકની અપેક્ષાએ હાનિ અનુભવાય છે, તે અવસર્પિણી કહેવાય. દ્રવ્યપુદ્ગલપરાવર્તનું સ્વરૂપ :उरलाइसत्तगेणं एगजिओ मुअइ फुसिअ सव्वअणू । जत्तिअकालि स थूलो दव्वे सुहुमो सगनयरा ॥८७॥
औदारिकादिसप्तकेन एकजीवो मुञ्चति स्पृष्ट्वा सर्वाणून् । यावता कालेन स स्थूलो द्रव्ये सूक्ष्मः सप्तकान्यतरेण ॥८७ ।।
ગાથાર્થ :- એકજીવને લોકમાં રહેલા સંપૂર્ણ પરમાણુને ઔદારિકાદિ સાતવર્ગણારૂપે પરિણાવીને મૂક્તાં જેટલો કાળ લાગે છે. તેટલા કાળને બાદરદ્રવ્યપુગલપરાવર્ત કહે છે અને એક જીવને લોકમાં રહેલા સંપૂર્ણ પરમાણુને ઔદારિકાદિ સાત વર્ગણામાંથી કોઈ પણ એક વર્ગણારૂપે પરિણાવીને મૂક્તાં જેટલો કાળ લાગે છે. તેટલા કાળને સૂક્ષ્મદ્રવ્યપુદ્ગલપરાવર્ત કહે છે.
વિવેચન - જેટલા કાળમાં સંસારમાં ભટકતો કોઇપણ એક જીવ અનેકભવો દ્વારા લોકમાં રહેલા સંપૂર્ણ યુગલોને આહારક વિના ઔદારિકાદિ-૭ વર્ગણારૂપે પરિણાવીને મૂકે છે. તેટલા કાળને “બાદરદ્રવ્યપુદ્ગલપરાવર્ત” કહે છે.