________________
સૂક્ષ્મઅદ્ધાપલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધાસાગરોપમથી દેવ-મનુષ્યતિર્યંચ-નારકોનું આયુષ્ય અને કર્મોની સ્થિતિ વગેરેની ગણતરી થાય છે. (૫) બાદરક્ષેત્રપલ્યોપમ -
બાદરઉદ્ધારપલ્યોપમને સમજાવવા માટે કૂવામાં જે વાલાગ્ર ભર્યા છે. તે વાલાઝને સ્પર્શલા આકાશપ્રદેશમાંથી એક-એક સમયે એક-એક આકાશપ્રદેશને બહાર કાઢતાં જેટલો સમય થાય તેટલા કાળને બાદરક્ષેત્રપલ્યોપમ કહે છે.
કૂવામાં વાલાઝને સ્પર્શીને રહેલા સંપૂર્ણ આકાશપ્રદેશને બહાર કાઢતાં અસંખ્ય અવસર્પિણી-ઉત્સર્પિણી [અસંખ્યકાળચક્ર] લાગે છે. (૬) સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ :
સૂક્ષ્મઉદ્ધારપત્યોપમને સમજાવવા માટે કૂવામાં જે વાલાગ્ર ભર્યા છે. રે વાલાઝને સ્પર્શલા અને નહીં સ્પર્શેલા આકાશપ્રદેશોમાંથી એકએક સમયે એક-એક આકાશપ્રદેશને બહાર કાઢતાં જેટલા કાળે, સ્પર્શલા અને નહીં સ્પર્શેલા સર્વે આકાશપ્રદેશો બહાર નીકળે છે તેટલા કાળને સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ કહે છે.
૧૦કોડાકોડી સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ= ૧ સૂક્ષ્મક્ષેત્રસાગરોપમ થાય.
કૂવામાં વાલાગ્ર ઠાંસી ઠાંસીને ભરેલા હોવા છતાં પણ એક વાલાઝથી બીજા વાલાઝની વચ્ચે સૂક્ષ્મ અંતર હોય છે. તેમાં અસ્પષ્ટ આકાશપ્રદેશો હોય છે. અને વાલાઝ પોતે ઔદારિક પુદ્ગલસ્કંધ હોવાથી અનેક છિદ્રવાળો હોય છે. એ છિદ્રમાં પણ અસ્કૃષ્ટ આકાશપ્રદેશ હોય છે. એટલે સ્પષ્ટ આકાશપ્રદેશથી અસ્પષ્ટ આકાશપ્રદેશ અસંખ્યગુણ છે. તેથી બાદરક્ષેત્રપલ્યોપમથી સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અસંખ્યગુણ છે.
શંકા - કૂવામાં વાલાગને સ્પર્શેલા અને નહીં સ્પર્શલા આકાશપ્રદેશને બહાર કાઢવાનું કહો કે કૂવામાં રહેલા સંપૂર્ણ આકાશપ્રદેશને બહાર કાઢવાનું કહો બન્ને એક જ વાત છે. એટલે વાલાગ્રનું કથન જરૂરી નથી.
૬૩૧૮