________________
સમાધાનઃ- દૃષ્ટિવાદમાં કેટલાક દ્રવ્યોની સંખ્યા સ્પર્શેલા આકાશપ્રદેશથી મપાય છે. તો કેટલાક દ્રવ્યોની સંખ્યા નહીં સ્પર્શેલા આકાશપ્રદેશથી મપાય છે. એટલે કૂવામાં વાલાગ્રનું કહેવું જરૂરી છે.
સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમથી ત્રસાદિ જીવોની ગણતરી કરાય છે. આદિ શબ્દથી પૃથ્વીકાય-અકાય-તેઉકાય-વાઉકાય-વનસ્પતિકાયવાળા જીવોની ગણતરી કરાય છે.
અહીં સૂક્ષ્મઉદ્ધારાદિપલ્યોપમ અને સૂક્ષ્મઉદ્વારાદિસાગરોપમ સહેલાઇથી સમજાઇ જાય, એ હેતુથી બાદરઉદ્ધારાદિપલ્યોપમ અને બાદરઉદ્ધારાદિસાગરોપમ કહ્યાં છે. એ સિવાય બાદરઉદ્ધારાદિપલ્યોપમને કહેવાનું બીજુ કોઇ કારણ નથી.
સાસ્વાદનાદિગુણઠાણાનો ઉત્કૃષ્ટઅંતરકાળ અદ્ભુપુદ્ગલપરાવર્ત કહ્યો છે. તેમાં પુદ્ગલપરાવર્ત કોને કહેવાય? એ ગ્રન્થકાર ભગવંત કહે છે. પુદ્ગલપરાવર્તના ભેદ અને માપ :
दव्वे खित्ते काले भावे चउह दुह बायरो सुमो । होइ अणंतुस्सप्पिणि- परिमाणो पुग्गलपरट्टो ॥८६॥ द्रव्ये क्षेत्रे काले भावे चतुर्धा द्वेधा बादरः सूक्ष्मः । भवत्यनन्तोत्सर्पिणीपरिमाणः पुद्गलपरावर्तः ॥८६॥
ગાથાર્થ :- પુદ્ગલપરાવર્ત-૪ પ્રકારે છે. (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ...એ દરેક પણ બાદર અને સૂક્ષ્મ એ બે પ્રકારે છે. તથા પુદ્ગલપરાવર્તનો કાળ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી છે. વિવેચન :- જેટલા કાળમાં એકજીવ ચૌદરાજરૂપ લોકમાં રહેલા સંપૂર્ણ પુદ્ગલદ્રવ્યોને ગ્રહણ કરીને ઔદારિકશરીરાદિરૂપે પરિણમાવીને મૂકે છે. તેટલા કાળને “પુદ્ગલપરાવર્ત” કહેવાય. તે-૪ પ્રકારે છે.
(૧) દ્રવ્યપુદ્ગલપરાવર્ત (૨) ક્ષેત્રપુદ્ગલપરાવર્ત (૩) કાળપુદ્ગલપરાવર્ત (૪) ભાવપુદ્ગલપરાવર્ત...એ દરેક-૨ પ્રકારે છે. (૧) બાદર અને (૨) સૂક્ષ્મ...
૩૧૯