________________
દ્રવ્યની અપેક્ષાએ તે વાળનો ટુકડો એવો સૂક્ષ્મ હોય છે કે, અંત્યતવિશુદ્ધ આંખોવાળો છબસ્થજીવ પોતાની આંખોથી જે સૂક્ષ્મપુદ્ગલદ્રવ્યને ન દેખી શકે, તેનાથી પણ અસંખ્યાતમાભાગ જેવડો તે વાળનો ટુકડો હોય છે.
ક્ષેત્રની અપેક્ષાએ તે વાળનો ટુકડો સૂક્ષ્મપનકનું સૂક્ષ્મનિગોદનું શરીર જેટલી જગ્યામાં રહે છે. તેનાથી અસંખ્યાતગુણી જગ્યામાં રહે છે. કેટલાક આચાર્ય ભગવંત કહે છે કે તે વાળનો ટુકડો બાદરપર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેવડો હોય છે.
- એવા વાલાઝથી કુવો ઠાંસી ઠાંસીને ભરી દીધા પછી તે કુવામાંથી એક-એક સમયે એક-એક વાલાઝને બહાર કાઢતાં જે સંખ્યાતક્રોડવર્ષ તે કૂવો સંપૂર્ણ ખાલી થાય છે. તેટલા કાળને સૂક્ષ્મઉદ્ધારપલ્યોપમ કહે છે. ૧૦કોડાકોડી સૂમઉદ્ધારપલ્યોપમ=૧સૂક્ષ્મઉદ્ધારસાગરોપમ થાય..
સૂક્ષ્મઉદ્ધારસાગરોપમથી તિસ્કૃલોકમાં રહેલા દ્વીપસમુદ્રોની ગણતરી થાય છે અઢીસૂક્ષ્મઉદ્ધારસાગરોપમ[૨પકોડાકોડી પલ્યોપમ]ના જેટલા સમય થાય તેટલા દ્વીપ-સમુદ્ર તિસ્કૃલોકમાં છે. (૩) બાદરઅદ્ધાપલ્યોપમ -
બાદરઉદ્ધાપલ્યોપમને સમજાવવા માટે કૂવામાં જે વાલાગ્ર ભર્યા છે. તેમાંથી સો-સો વર્ષે એક-એક વાલાઝને બહાર કાઢતાં જેટલા સંખ્યાતક્રોડવર્ષે તે કૂવો ખાલી થાય. તેટલા કાળને બાદરઅદ્ધાપલ્યોપમ કહે છે.
૧૦કોડાકોડી બાદરઅદ્ધાપલ્યોપમ=૧બાદરઅદ્ધાસાગરોપમ થાય... (૪) સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ -
સૂક્ષ્મઉદ્ધારપલ્યોપમને સમજાવવા માટે કૂવામાં જે વાલાગ્ર ભર્યા છે. તેમાંથી સો-સો વર્ષે એક- એક વાલાઝને બહાર કાઢતાં અસંખ્યકોડવર્ષે તે કૂવો ખાલી થાય છે. તેટલા કાળને સૂક્ષ્મઅદ્ધાપલ્યોપમ કહે છે.
૧૦કોડાકોડી સૂફમઅદ્ધાપલ્યોપમ =૧ સૂક્ષ્મઅદ્ધાસાગરોપમ થાય. - ૧૦કોડાકોડી સૂક્ષ્મઅદ્ધાસાગરોપમ =૧ અવસર્પિણી થાય. ૧૦કોડાકોડી સૂકમઅદ્ધાસાગરોપમ =૧ ઉત્સર્પિણી થાય.
K૩૧૭