________________
(૭) ઉપશાંતમોહગુણશ્રેણી
ઔપશમિકયથાખ્યાતસંયમી મહાત્મા ૧૧મા ગુણઠાણાના પ્રથમસમયે આયુષ્ય અને મોહનીય વિના બાકીની કર્મપ્રકૃતિની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યદલિકો ઉતારીને ઉદયવતીપ્રકૃતિમાં ઉદયસમયથી અને અનુદયવતીપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમસમયથી માંડીને ઉપશાંતમોહ ગુણઠાણાના સંખ્યાતમાભાગ પ્રમાણ અંતર્મુહૂર્ત સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે, તે “ઉપશાંતમોહગુણશ્રેણી' કહેવાય.
ચિત્રનં૦૩૫માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી... કર્મપ્રકૃતિની અંતઃકોકોસાળ સ્થિતિસત્તા=૭૫સમય. દલરચનાનું અંતર્મુહૂર્ત=૨૦ સમય.
ઉદયાવલિકા= ૨ સમય માનવામાં આવે, તો... ઔપશમિકયથાખ્યાતસંયમી મહાત્મા ૧૧મા ગુણઠાણાનાં પ્રથમસમયે આયુષ્ય અને મોહનીય વિના બાકીની કર્મપ્રકૃતિની અંતઃકોકોસા૦=૭૫સમયની સ્થિતિના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યદલિકો ઉતારીને ઉદયવતીપ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવતીપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમસમયથી=૩જા નિષેકથી માંડીને ઉપશાંતમોહગુણઠાણાના સંખ્યાતમાભાગ=૨૦સમય=૨૦નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે.
--
એ જ પ્રમાણે, બીજાસમયે ઉતારેલા દલિકોને ઉદયવતીપ્રકૃતિમાં ઉદયપ્રાપ્ત બીજા નિષેકથી ૨૧ નિષેકસુધી અને અનુદયવતીપ્રકૃતિમાં ૪થી૨૧ નિષેકસુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. એ રીતે, ૧૧મા ગુણઠાણાના છેલ્લાસમય સુધી સમજવું... ત્યારપછી ઉપશાંતમોહગુણશ્રેણી બંધ પડે છે.
ઉપશાંતમોહગુણઠાણામાં મોહનીયનો ઉદય ન હોવાથી દરેક સમયે એકસરખો જ પરિણામ હોય છે. તેથી દરેક સમયે જીવ સરખા જ કર્મદલિકોને ઉતારે છે અને દેશવિરતિગુણશ્રેણીની જેમ દલરચનાના અંતર્મુહૂર્તમાંથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેક ભોગવાઇને
૩૦૫
૨૦