________________
ગુણશ્રેણીમાં દલરચનાના સ્થાનોનું અલ્પબહુત - સમ્યત્વગુણશ્રેણીમાં સૌથી વધુ સ્થાનોમાં દલરચના થાય છે. તેનાથી દેશવિરતિગુણશ્રેણીમાં સંખ્યાતગુણહીન સ્થાનોમાં દલરચના થાય છે તેનાથી સર્વવિરતિગુણશ્રેણીમાં સંખ્યાતગુણહીન સ્થાનોમાં દલરચના થાય છે તેનાથી અનંતાનુરુગુણશ્રેણીમાં સંખ્યાતગુણહીન સ્થાનોમાં દલરચના થાય છે. તેનાથી દર્શનમોહક્ષપકગુણશ્રેણીમાં સંખ્યાતગુણહીન સ્થાનોમાં દલરચના થાય છે. તેનાથી ચારિત્રમોહોપશમગુણશ્રેણીમાં સંખ્યાતગુણહીન સ્થાનોમાંદલરચના થાય છે. તેનાથી ઉપશાંતમોહગુણશ્રેણીમાં સંખ્યાતગુણહીન સ્થાનોમાં દલરચના થાય છે. તેનાથી મોહલપકગુણશ્રેણીમાં સંખ્યાતગુણહીન સ્થાનોમાં દલરચના થાય છે. તેનાથી ક્ષીણમોહગુણશ્રેણીમાં સંખ્યાતગુણહીન સ્થાનોમાં દલરચના થાય છે. તેનાથી સયોગી ગુણશ્રેણીમાં સંખ્યાતગુણહીન સ્થાનોમાં દલરચના થાય છે. તેનાથી અયોગગુણશ્રેણીમાં સંખ્યાતગુણહીન સ્થાનોમાં દલરચના થાય છે.
અહીં પૂર્વ પૂર્વની ગુણશ્રેણીથી પછી પછીની ગુણશ્રેણીમાં જીવ ક્રમશઃ અસંખ્યગુણી નિર્જરા કરે છે. તેનું કારણ સમ્યકત્વ-દેશવિરતિ વગેરે ગુણો છે. એ આત્મિકગુણોના સ્થાનને “ગુણસ્થાનક” કહે છે. એ ગુણસ્થાનક એકવાર પ્રાપ્ત થઇને ચાલ્યું જાય, પછી ફરીથી બીજીવાર કેટલા કાળે પ્રાપ્ત થાય છે? એ જણાવવા માટે ગ્રન્થકાર ભગવંત ગુણસ્થાનોમાં “અંતરકાળ” [વિરહકાળ] કહી રહ્યાં છે. ગુણસ્થાનોમાં અંતરકાળ - ૧ पलियासंखंसमुहू सासणइयरगुण अंतरं हस्सं । गुरु मिच्छी बे छसट्ठी इयरगुणे पुग्गलद्धंतो ॥८४॥ पल्यासङ्ख्यांशोऽन्तर्मुहूर्तम् , सास्वादनेतरगुणानामन्तरं ह्रस्वम् । ગુરુ મિથ્યાત્વે છે ષષષ્ટી રૂતરભુને પુનાન્તા: I૮૪ો
૩૧૧]