________________
પછી ત્યાંથી નીચે ઉતરતાં ક્રમશઃ એક એક ગુણઠાણાને સ્પર્શ કરતો કરતો સમ્યક્ત્વગુણઠાણે આવ્યા પછી મિશ્રગુણઠાણાને છોડીને મિથ્યાત્વગુણઠાણે આવે છે. ત્યાં અંતર્મુહૂર્તકાળ રહીને ફરીથી ઉપશમશ્રેણી માંડીને ૧૧મા ગુણઠાણા સુધી જાય છે. તે વખતે મિશ્ર અને સાસ્વાદનને છોડીને બાકીના ગુણઠાણાનો અંતરકાળ જઘન્યથી અંતર્મુહૂર્ત ઘટે છે.
સાસ્વાદનગુણઠાણાનો અંતરકાળ પહેલા કહી દીધો છે અને ઉપશમશ્રેણીથી પડતો જીવ મિશ્રગુણઠાણે જતો નથી. એટલે શ્રેણીમાં સાસ્વાદન અને મિશ્રગુણઠાણાને છોડીને બાકીના દરેક ગુણઠાણાનો જઘન્યથી અંતરકાળ અંતર્મુહૂર્ત કહ્યો છે. મિથ્યાત્વગુણઠાણાનો ઉત્કૃષ્ટઅંતરકાળ :
કોઇક મિથ્યાર્દષ્ટિજીવ વિશુદ્ધિના વશથી મિથ્યાત્વગુણઠાણાને છોડીને સમ્યક્ત્વગુણઠાણે આવે છે. ત્યાં ૬૬ સાગરોપમસુધી ક્ષયોપશમ સમ્યક્ત્વભાવમાં રહીને મિશ્રગુણઠાણે આવે છે. ત્યાં અંતર્મુહૂર્તકાળ રહીને ફરીથી સમ્યક્ત્વગુણઠાણે આવે છે. ત્યાં ફરીથી ૬૬ સાગરોપમસુધી ક્ષયોપશમસમ્યક્ત્વભાવમાં રહે છે. ત્યારપછી તે જીવ મોક્ષમાં જાય અથવા મિથ્યાત્વે આવે છે...એટલે એકવાર મિથ્યાત્વગુણઠાણાને છોડી દીધા પછી ઉત્કૃષ્ટથી૧૩૨ સાગરોપમ પછી ફરીથી મિથ્યાત્વગુણઠાણુ પ્રાપ્ત થઇ શકે છે. તેથી મિથ્યાત્વગુણઠાણાનો અંતરકાળ ઉત્કૃષ્ટથી ૧૩૨ સાગરોપમ કહ્યો છે. ૧૦ ગુણઠાણાનો ઉત્કૃષ્ટઅંતરકાળ :
**
સાસ્વાદનગુણઠાણાથી માંડીને ઉપશાંતમોહગુણઠાણા સુધીના દરેક ગુણઠાણાનો અંતરકાળ ઉત્કૃષ્ટથી કાંઇકન્યૂન અદ્ભુપુદ્ગલપરાવર્ત છે. કારણકે સાસ્વાદનાદિ-૧૦ ગુણઠાણામાંથી કોઇપણ ગુણઠાણેથી પડીને મિથ્યાત્વે આવેલો જીવ વધુમાં વધુ કાંઇક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત સુધી સંસારમાં ભટકે છે. ત્યારપછી તે જીવ અવશ્ય ઉપરના ગુણઠાણે જાય છે. તેથી સાસ્વાદનાદિ-૧૦ ગુણઠાણાનો અંતરકાળ ઉત્કૃષ્ટથી દેશોન અદ્ભુપુદ્ગલપરાવર્ત કહ્યો છે.
૩૧૪