________________
ગાથાર્થ :- સાસ્વાદનગુણસ્થાનકનો અંતરકાળ જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે અને બીજા [મિથ્યાત્વાદિ-૧૦] ગુણસ્થાનકનો અંતરકાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે. તથા મિથ્યાત્વનો અંતરકાળ ઉત્કૃષ્ટથી બે છાસઠ [૧૩૨] સાગરોપમ છે અને બીજા [સાસ્વાદનાદિ-૧૦] ગુણસ્થાનકનો અંતરકાળ અર્ધપુદ્ગલપરાવર્ત છે.
- વિવેચન - કોઇપણ જીવ જે ગુણસ્થાનકને છોડીને બીજાગુણઠાણે ગયા પછી ફરીથી તે ગુણસ્થાનકને જેટલા કાળે પ્રાપ્ત કરે છે. તેટલા કાળને “ગુણસ્થાનકનો અંતરકાળ” [વિરહાકાળ] કહે છે. દાત) એ નામનો જીવ સમ્યત્વગુણઠાણું છોડીને મિથ્યાત્વે આવ્યા પછી ફરીથી અંતર્મુહૂર્તકાળે સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. તે અંતર્મુહૂર્તકાળને સમ્યત્વગુણઠાણાનો અંતરકાળ કહે છે. સાસ્વાદનગુણઠાણાનો જઘન્ય અંતરકાળ -
કોઇપણ જીવ સાસ્વાદનગુણઠાણું છોડીને મિથ્યાત્વે આવ્યા પછી ઓછામાં ઓછો પલ્યોપમનો અસંખ્યાતમોભાગ જેટલો કાળ ગયા પછી ફરીથી સાસ્વાદનગુણઠાણ પ્રાપ્ત કરી શકે છે. કારણ કે સાદિમિથ્યાદષ્ટિને જ્યાંસુધી સ0મો અને મિશ્રમોની સત્તા હોય છે. ત્યાં સુધી ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરી શકતો નથી અને ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કર્યા વિના સાસ્વાદનગુણઠાણે આવી શકતો નથી. એટલે સાદિમિથ્યાદષ્ટિજીવ પલ્યોપમના અસંખ્યાતમાભાગ જેટલા કાળે સ0મો અને મિશ્રમોહનીયને સંપૂર્ણ ઉવેલીને મોહનીયની ૨૬ની સત્તાવાળો થયા પછી યથાપ્રવૃત્તાદિ૩ કરણ કરીને ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી સાસ્વાદનગુણઠાણે આવી શકે છે. તેથી કોઇપણ જીવને સાસ્વાદનગુણઠાણાથી પડીને મિથ્યાત્વગુણઠાણે આવ્યા પછી ઓછામાં ઓછા પલ્યોપમના અસંખ્યાતમાભાગ જેટલા કાળે ફરીથી સાસ્વાદનગુણઠાણ પ્રાપ્ત થાય છે. તેથી સાસ્વાદનગુણઠાણાનો અંતરકાળ જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહ્યો છે.
શંકા- ઉપશમશ્રેણીથી પડીને સાસ્વાદનગુણઠાણે આવેલો મનુષ્ય અંતર્મુહૂર્ત પછી ફરીથી ઉપશમશ્રેણી પર ચઢે છે. પછી ત્યાંથી