________________
બીજાસમયે અયોગીકેવલીભગવંત ઉદયવતીપ્રકૃતિનું ઉદયપ્રાપ્ત બીજાનિષેકમાં રહેલું દલિક વિપાકોદયથી અને ઉદયવતીના ઉદયસમયમાં, અનુદયવતી પ્રકૃતિનું ઉદયપ્રાપ્તબીજાનિષેકનું સ્ટિબુકસંક્રમથી સંક્રમેલું દલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરી કહ્યાં છે.
'ત્રીજાસમયે દ્વિચરિમસમયે] અયોગ કેવલીભગવંત ઉદયવતીનું ઉદયપ્રાપ્ત ત્રીજાનિષેકમાં રહેલું દલિક વિપાકોદયથી અને ઉદયવતીના ઉદયસમયમાં, અનુદયવતીનું ઉદયપ્રાણત્રીજાનિષેકનું સ્ટિબુકસંક્રમથી સંક્રમેલું દલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરી કહ્યાં છે.
ચોથાસમયે ચિરમસમય] અયોગીકેવલીભગવંત ઉદયવતીપ્રકૃતિનું ઉદયપ્રાપ્તચોથાનિષેકમાં રહેલું દલિક વિપાકોદયથી અને ઉદયવતીના ઉદયસમયમાં, અનુદયવતીનું ઉદયપ્રાપ્તચોથાનિષેકનું તિબુકસંક્રમથી સંક્રમેલું દલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરી કહ્યાં છે.
એ રીતે, અયોગગુણઠાણાના છેલ્લાસમયે કર્મનિર્જરારૂપગુણશ્રેણી પૂર્ણ થતાં અયોગ કેવલીભગવંત ઋજુગતિથી સિદ્ધશિલામાં પહોંચી જાય છે. ગુણશ્રેણીમાં કર્મનિર્જરાનું અલ્પબહુત - સમ્યકત્વગુણશ્રેણીમાં અલ્પ[અસંખ્ય]કર્મદલિકની નિર્જરા થાય છે. તેનાથી દેશવિરતિગુણશ્રેણીમાં અસંખ્ય ગુણકર્મદલિકની નિર્જરા થાય છે. તેનાથી સર્વવિરતિગુણશ્રેણીમાં અસંખ્યગુણકર્મદલિકની નિર્જરા થાય છે. તેનાથી અનંતાનુબંધીવિસંયોજનાગુણશ્રેણીમાં અસંતુગુણદલિકનીનિર્જરા થાય છે. તેનાથી દર્શનમોહક્ષપકગુણશ્રેણીમાં અસંખ્ય ગુણકર્મદલિકની નિર્જરા થાય છે. તેનાથી ચારિત્રમોહોપશમગુણશ્રેણીમાં અસંખ્યગુણદલિકની નિર્જરા થાય છે. તેનાથી ઉપશાંતમોહગુણશ્રેણીમાં અસંખ્ય ગુણકર્મદલિકની નિર્જરા થાય છે. તેનાથી મોહક્ષપકગુણશ્રેણીમાં અસંખ્યગુણકર્મદલિકની નિર્જરા થાય છે. તેનાથી ક્ષીણમોગુણશ્રેણીમાં અસંખ્ય ગુણકર્મદલિકની નિર્જરા થાય છે. તેનાથી સયોગીકેવલીગુણશ્રેણીમાં અસંખ્ય ગુણકર્મદલિકની નિર્જરા થાય છે. તેનાથી અયોગ કેવલી ગુણશ્રેણીમાં અસંખ્યગુણકર્મદલિકની નિર્જરા થાય છે.
૩૧૦