________________
સયોગીગુણશ્રેણીમાં દરેકસમયે સયોગીકેવલીભગવંતને એક સરખો પરિણામ હોવાથી દરેક સમયે સરખા જ દલિકોને ઉતારે છે અને દલરચનાના અંતર્મુહૂર્તમાંથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલું દલિક ભોગવાઇને નાશ પામતું જાય છે. તેમ તેમ ઉપરઉપરના એક-એક નિષેકમાં દલરચનારૂપગુણશ્રેણી વધતી જાય છે. એટલે દરેકસમયે દલરચનાના સ્થાનો સરખા જ હોય છે. એ રીતે, આયોજિકાકરણ શરૂ ન થાય ત્યાંસુધી સમજવું....
આયોજિકાકરણ કાળમાં અયોગીકેવલીગુણશ્રેણી [દલરચનારૂપગુણશ્રેણી થાય છે. કારણ કે અયોગીકેવલીભગવંત યોગના અભાવે અપવર્તનાકરણથી દલિતોને ઉતારીને અસંખ્યગુણાકારે ગોઠવવારૂપ ક્રિયા કરતાં નથી. એટલે અયોગીકેવલી ભગવંતને દલરચનારૂપગુણશ્રેણી થતી નથી. માત્ર કર્મનિર્જરારૂપગુણશ્રેણી થાય છે. (૧૧) અયોગ કેવલીગુણશ્રેણી -
અયોગીકેવલીભગવંત અયોગગુણઠાણાના પ્રથમસમયે ઉદયવતી પ્રકૃતિના ઉદયપ્રાપ્તર્ષિકમાં રહેલું દલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે અને ઉદયવતી પ્રકૃતિના ઉદયસમયમાં, અનુદયવતી પ્રકૃતિના ઉદયપ્રાપ્તનિષેકનું સ્ટિબુકસંક્રમથી સંક્રમેલું દલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરે છે. એ રીતે, અયોગગુણઠાણાના છેલ્લાસમય સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે કર્મનિર્જરારૂપ અયોગીકેવલીગુણશ્રેણી” થાય છે.
ચિત્રનં૦૩માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી... અયોગગુણઠાણાનું અંતર્મુહૂર્ત=સમય માનવામાં આવે, તો...
પ્રથમસમયે અયોગીકેવલીભગવંત ઉદયવતીપ્રકૃતિનું ઉદયપ્રાપ્ત પ્રથમનિષેકમાં રહેલું દલિક વિપાકોદયથી અને ઉદયવતીના ઉદયસમયમાં, અનુદયવતીનું ઉદયપ્રાપ્તપ્રથમનિષેકનું સ્ટિબુકસંક્રમથી સંક્રમેલું દલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરી રહ્યાં છે.
૩૦૯OT