________________
૧૨માં ગુણઠાણાનો છેલ્લો એક સંખ્યાતમો ભાગ બાકી રહે. ત્યારે જ્ઞાનાવરણીયાદિ-૩ ઘાતકર્મની સર્વાપર્વત્તના થાય છે. તે વખતે ઘાતકર્મની ગુણશ્રેણી બંધ પડે છે અને ૧૨માં ગુણઠાણાના છેલ્લાસમયે અઘાતી કર્મની ક્ષીણમોહગુણશ્રેણી બંધ પડે છે. (૧૦) સયોગી કેવલીગુણશ્રેણી -
સયોગીકેવલીભગવંત સયોગી ગુણઠાણાના પ્રથમસમયે આયુષ્ય વિના અઘાતકર્મની પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ સ્થિતિના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યદલિકો ઉતારીને ઉદયવતીપ્રકૃતિમાં ઉદયપ્રાણનિષેકથી અને અનુદયવતી પ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી માંડીને અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે, તે “સયોગી કેવલીગુણશ્રેણી” કહેવાય.
ચિત્રનં૦૩૮માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી અઘાતી કર્મની પલ્યોપમનો અસંખ્યાતમોભાગ= ૨૫ સમય.
દલરચનાનું અંતર્મુહૂર્ત= ૮ સમય.
ઉદયાવલિકા= સમય માનવામાં આવે, તો.. સયોગીકેવલીભગવંત સયોગી ગુણઠાણાના પ્રથમસમયે આયુષ્ય વિના અઘાતી કર્મની પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ=૨૫ સમયની સ્થિતિના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યદલિકો ઉતારીને ઉદયાવલિકામાં ઉદયપ્રાણનિષેકથી અને અનુદયવતીમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી=૩જા નિષેકથી માંડીને અંતર્મુહૂર્ત=સમય=૮ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે.
એ જ પ્રમાણે, બીજાસમયે ઉતારેલા દલિકોને ઉદયવતીપ્રકૃતિમાં બીજા નિષેકથી ૯મા નિષેક સુધી અને અનુદયવતી પ્રકૃતિમાં ૪થી નિષેક સુધી ક્રમશ: અસંખ્યગુણાકારે ગોઠવે છે. ત્રીજા સમયે ઉતારેલા દલિકોને ઉદયવતીપ્રકૃતિમાં ૩જા નિષેકથી ૧૦મા નિષેક સુધી અને અનુદયવતીપ્રકૃતિમાં પથી૧૦ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. એ પ્રમાણે, આયોજિકાકરણ શરૂ ન થાય ત્યાં સુધી સમજવું.
૩૦૮)