________________
ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ અપ્રમત્તસંયમી મહાત્મા અપૂર્વકરણના પ્રથમસમયે આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની અંતઃકોકોસા૦=૯૦ સમયની સ્થિતિના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યકર્મદલિકો ઉતારીને ઉદયવતીપ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવીપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી=૩જાનિષેકથી માંડીને બે કરણના કાળથી કાંઇક અધિકકાળ=૩૨સમય=૩૨નિષેકસુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે.
એ જ પ્રમાણે બીજાસમયે ઉતારેલા કર્મદલિકોને ઉદયવતીપ્રકૃતિમાં ૨થી૩૨ નિષેકમાં અને અનુદયવતીપ્રકૃતિમાં ૪થી૩૨ નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. ત્રીજાસમયે ઉતારેલા કર્મદલિકોને ઉદયવતી પ્રકૃતિમાં ૩થી૩૨ નિષેકમાં અને અનુદયવતીપ્રકૃતિમાં ૫થી૩૨ નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે.
એ રીતે, અનિવૃત્તિકરણના અંતસુધી સમ્યક્ત્વગુણશ્રેણીની જેમ અનંતાનુબંધીની વિસંયોજનાનિમિત્તે ગુણશ્રેણી થાય છે. ત્યારપછી મહાત્મા સ્વભાવસ્થ થાય છે. તે વખતે અનંતાનુબંધીવિસંયોજનાગુણશ્રેણી બંધ પડે છે. (૫) દર્શનમોહક્ષપકગુણશ્રેણી :
જિનકાલિક [જે કાળમાં તીર્થંકરભગવંત વિચરે છે. તે કાલમાં ઉત્પન્ન થયેલો] આઠથી અધિક વર્ષવાળો મનુષ્ય ૪થી૭ ગુણઠાણે દર્શનત્રિકનો ક્ષય કરવા માટે યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કરે છે. તેમાં અપૂર્વકરણના પ્રથમસમયે આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યકર્મદલિકો ઉતારીને ઉદયવતીકર્મપ્રકૃતિમાં ઉદયસમયથી [ઉદયપ્રાપ્તનિષેકથી] અને અનુદયવતી કર્મપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમસમયથી [પ્રથમનિષેકથી] માંડીને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળથી કાંઇક અધિકકાળ સુધીના અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે, તે “દર્શનમોહક્ષપકગુણશ્રેણી” કહેવાય.
(૬૦) ર્મપ્રકૃતિ તમુપશમનારમ્ પેજનં૦૧૫૯
૩૦૨