SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ અપ્રમત્તસંયમી મહાત્મા અપૂર્વકરણના પ્રથમસમયે આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની અંતઃકોકોસા૦=૯૦ સમયની સ્થિતિના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યકર્મદલિકો ઉતારીને ઉદયવતીપ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવીપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી=૩જાનિષેકથી માંડીને બે કરણના કાળથી કાંઇક અધિકકાળ=૩૨સમય=૩૨નિષેકસુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. એ જ પ્રમાણે બીજાસમયે ઉતારેલા કર્મદલિકોને ઉદયવતીપ્રકૃતિમાં ૨થી૩૨ નિષેકમાં અને અનુદયવતીપ્રકૃતિમાં ૪થી૩૨ નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. ત્રીજાસમયે ઉતારેલા કર્મદલિકોને ઉદયવતી પ્રકૃતિમાં ૩થી૩૨ નિષેકમાં અને અનુદયવતીપ્રકૃતિમાં ૫થી૩૨ નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. એ રીતે, અનિવૃત્તિકરણના અંતસુધી સમ્યક્ત્વગુણશ્રેણીની જેમ અનંતાનુબંધીની વિસંયોજનાનિમિત્તે ગુણશ્રેણી થાય છે. ત્યારપછી મહાત્મા સ્વભાવસ્થ થાય છે. તે વખતે અનંતાનુબંધીવિસંયોજનાગુણશ્રેણી બંધ પડે છે. (૫) દર્શનમોહક્ષપકગુણશ્રેણી : જિનકાલિક [જે કાળમાં તીર્થંકરભગવંત વિચરે છે. તે કાલમાં ઉત્પન્ન થયેલો] આઠથી અધિક વર્ષવાળો મનુષ્ય ૪થી૭ ગુણઠાણે દર્શનત્રિકનો ક્ષય કરવા માટે યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કરે છે. તેમાં અપૂર્વકરણના પ્રથમસમયે આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યકર્મદલિકો ઉતારીને ઉદયવતીકર્મપ્રકૃતિમાં ઉદયસમયથી [ઉદયપ્રાપ્તનિષેકથી] અને અનુદયવતી કર્મપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમસમયથી [પ્રથમનિષેકથી] માંડીને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળથી કાંઇક અધિકકાળ સુધીના અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે, તે “દર્શનમોહક્ષપકગુણશ્રેણી” કહેવાય. (૬૦) ર્મપ્રકૃતિ તમુપશમનારમ્ પેજનં૦૧૫૯ ૩૦૨
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy