________________
અસંખ્યગુણાકારે ગોઠવે છે. ત્રીજાસમયે ઉતારેલા દલિકને ઉદયવતીપ્રકૃતિમાં ૩થી૩૮ નિષેકમાં અને અનુદયવતીપ્રકૃતિમાં પથી૩૮ નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. એ રીતે અંતર્મુહૂર્ત સુધી સમજવું
દેશવિરતિગુણશ્રેણીમાં અને સર્વવિરતિગુણશ્રેણીમાં નિષેકરચનાના નીચેના ભાગમાંથી એક-એક સમયે એક-એક નિષેકમાં રહેલુ દલિક ભોગવાઇને નાશ પામતું જાય છે તેમ તેમ ઉપર-ઉપરના એક-એક નિષેકમાં અસંખ્યગુણાકારે દલરચનારૂપગુણશ્રેણી વધતી જાય છે. એટલે દલરચનાના સ્થાનો ઘટતા નથી. જ્યાં સુધી દેશવિરતિગુણશ્રેણી અને સર્વવિરતિગુણશ્રેણી ચાલુ રહે છે. ત્યાં સુધી દલરચનાના સ્થાનો સરખા જ રહે છે. એટલે દેશવિરતિગુણશ્રેણીમાં દરેક સમયે ઉદયવતી પ્રકૃતિમાં ૪૦ નિષેકમાં અને અનુદયવતી પ્રકૃતિમાં ૩૮ નિષેકમાં દલરચના થાય છે.
દેશવિરતિ કે સર્વવિરતિગુણ પ્રાપ્ત થયા પછી તે જીવ અંતર્મુહૂર્ત સુધી અવશ્ય ચઢતા પરિણામવાળો હોય છે. ત્યારબાદ તે જીવ ચઢતા પરિણામવાળો હોય, તો સ્વપરિણામાનુસારે પૂર્વ પૂર્વથી પછી પછીના સમયે અસંખ્યાતગુણ, સંખ્યાતગુણ, સંખ્યાતભાગાધિક ક અસંખ્યાતભાગાધિક દલિકોને ઉતારીને ઉદયવતી પ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવતીપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી માંડીને અંતર્મુહૂર્ત સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. જો હીનપરિણામવાળો જીવ હોય, તો સ્વપરિણામાનુસારે પૂર્વ પૂર્વથી પછી પછીના સમયે અસંખ્ય ગુણહીન, સંખ્યાતગુણહીન, સંખ્યાતભાગહીન કે અસંખ્યાતભાગહીન દલિકોને ઉતારીને ઉદયવતી પ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવતીપ્રકૃતિમાં
(૫૭) યથાપ્રવૃશસંયત યથાપ્રવૃત્ત સર્વવિરતો વા પ્રવર્ધમાનો ઢોંયમાનઃ વમવિથ્થો વા भवतीत्युक्तं तत्र विशुद्ध्या वर्धमानः प्रतिसमयं पूर्वपूर्वतोऽसंख्येयगुणसंख्येयगुणं संख्यातभागाधिकमसंख्येभागाधिकं वा परिणामाऽनुरूपं दलिकं गृहीत्वाऽसंख्येगुणकारेण गुणश्रेणिमारचयति । यदि सङ्कलेशेन हीयमानपरिणामी चेत्तर्हि प्रतिसमयं पूर्वतोऽसंख्येयगुणहीनं संख्येयगुणहीनं संख्यातभागहीनमसंख्यातभागहीनं परिणामाऽनुरूपं दलिकं गृहीत्वाऽसंख्येयगुणकारेण गुणश्रेणिमारचयति यद्यवस्थित परिणामी स्यात्तर्हि प्रतिसमयं तावदेवदलिकं गृहत्वा નામાવતિ, [વર્ષપ્રતિ તિમુશમનારમ્ ગાથાનં૦૩૦]