________________
ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી અંતર્મુહૂર્ત સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે અને જો સ્થિરપરિણામવાળો જીવ હોય, તો દરેકસમયે સરખા જ દલિકો ઉતારીને દલ૨ચનારૂપગુણશ્રેણી કરે છે.
એ રીતે, જ્યાં સુધી દેશિવરતિગુણ અને સર્વવિરતિગુણ હોય ત્યાં સુધી દેશવિરતિગુણશ્રેણી અને સર્વવિરતિગુણશ્રેણી ચાલુ રહે છે. જ્યારે દેશવિરતિગુણ અને સર્વવિરતિગુણ ચાલ્યો જાય છે. ત્યારે દલરચનારૂપ દેશિવરતિગુણશ્રેણી અને સર્વવિરતિગુણશ્રેણી બંધ પડે છે. (૪) અનંતાનુબંધીવિસંયોજનાગુણશ્રેણી :
ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ ચારેગતિના સંજ્ઞીજીવો પર્યાપ્તાવસ્થામાં ૪થી૭ ગુણઠાણે અનંતાનુબંધીની વિસંયોજના કરતી વખતે યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કરે છે. તેમાં અપૂર્વકરણના પ્રથમસમયે આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યકર્મદલિકો ઉતારીને ઉદયવતીપ્રકૃતિમાં ઉદયપ્રાસનિષેકથી અને અનુદયવતીપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી માંડીને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળથી કાંઇક અધિકકાળ સુધીના અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે કર્મદલિકોને ગોઠવે છે, તે “અનંતાનુબંધીવિસંયોજનાગુણશ્રેણી ” કહેવાય.
ચિત્રનં૦૩૨માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી... કર્મપ્રકૃતિની અંતઃકોકોસાળ = ૯૦ સમય. બે કરણના કાળથી કાંઇક અધિકકાળ[દલરચનાનું અંતર્મુહૂર્ત]= ૩૨ સમય. ઉદયાવલિકા= ૨ સમય
માનવામાં આવે, તો...
(૫૮) ર્મપ્રકૃતિ તમુપશમનારગમ્ । ગાથાનં૦૩૧ (૫૯) અનંતાનુબંધીની વિસંયોજના ૪થી૭ ગુણઠાણે થાય છે પરંતુ સર્વવિરતિનિમિત્તકગુણશ્રેણીથી અનંતાનુબંધીનિમિત્તકગુણશ્રેણીમાં અસંખ્યગુણ કર્મનિર્જરા કહી છે. તેથી અપ્રમત્તસંયમી અનંતાનુબંધીવિસંયોજનાગુણશ્રેણી કરે છે. તે અહીં લેવી.... એ જ પ્રમાણે દર્શનમોહક્ષપકગુણશ્રેણીમાં સમજવું....
૩૦૧