________________
ચિત્રનં૦૩૩માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી...
કર્મપ્રકૃતિની અંતઃકોકો સાવ = ૮૫ સમય. બે કરણના કાળથી કાંઈક અધિકકાળ [દલરચનાનું અંતર્મુહૂર્ત = ૨૮ સમય.
ઉદયાવલિકા= ૨ સમય
માનવામાં આવે, તો.. જિનકાલિક ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ અપ્રમત્તસંયમી મહાત્મા અપૂર્વકરણના પ્રથમસમયે આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની અંત:કોકો - સા)=૮૫ સમયની સ્થિતિના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યદલિકો ઉતારીને ઉદયવતી પ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવતી પ્રકૃતિમાં ઉદયાવલિકાના ઉપરના પ્રથમનિષેકથી=૩જા નિષેકથી માંડીને બેકરણના કાળથી કાંઈક અધિકકાળ=૨૮ સમય=૨૮ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે.
એ જ પ્રમાણે, બીજા સમયે ઉતારેલા કર્મદલિકોને ઉદયવતીપ્રકૃતિમાં રથી૨૮ નિષેક સુધી અને અનુદયવતી પ્રકૃતિમાં ૪થીર૮ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. ત્રીજા સમયે ઉતારેલા કર્મલિકોને ઉદયવતીપ્રકૃતિમાં ૩થીર૮ નિષેક સુધી અને અનુદયવતીપ્રકૃતિમાં પથી૨૮ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે.
એ રીતે, અનિવૃત્તિકરણના અંત સુધી સમ્યકત્વગુણશ્રેણીની જેમ દર્શનમોહલપકગુણશ્રેણી થાય છે. ત્યારપછી તે ગુણશ્રેણી બંધ પડે છે. (૬) ચારિત્રમોહોપશમગુણશ્રેણી :
શ્રેણીગતઉપશમસમ્યકત્વી અથવા ક્ષાયિકસમ્યકત્વી ચારિત્રમોહનીયની સર્વોપશમના કરવા માટે ઉપશમશ્રેણી માંડે છે. તે વખતે અપ્રમત્તગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરે છે. અપૂર્વકરણગુણઠાણે અપૂર્વકરણ કરે છે અને અનિવૃત્તિગુણઠાણે અનિવૃત્તિકરણ કરે છે. તેમાં અપૂર્વકરણગુણઠાણાના પ્રથમસમયે ઉપશમકમહાત્મા આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યકર્મદલિકો
K ૩૦૩