________________
ઉદયવતી પ્રકૃતિમાં ઉદયપ્રાપ્તબીજા નિષેકથી ૪૪ નિષે કસુધી અને અનુદયવતીપ્રકૃતિમાં ૪થા નિષેકથી ૪૪ નિષેક સુધી ક્રમશ: અસંખ્યગુણાકારે ગોઠવે છે. ત્રીજા સમયે અસંખ્ય ગુણદલિકો ઉતારીને મિથ્યાત્વાદિ ઉદયવતી પ્રકૃતિમાં ઉદયપ્રાપ્ત૩જાનિષેકથી ૪૪ નિષેક સુધી અને અનુદયવતી પ્રકૃતિમાં પ થી ૪૪ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે.
એ રીતે, સમ્યકત્વનિમિત્તકગુણશ્રેણી જ્યાં સુધી ચાલુ રહે, ત્યાં સુધી જે સમયે જેટલા દલિકોને ઉતારે છે. તે સમયે તેટલા દલિકોને ઉદયવતીપ્રકૃતિમાં ઉદયસમયથી અને અનુદયવતી પ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમસમયથી માંડીને બે કરણના કાળથી કાંઈક અધિકકાળ=૪૪ સમય=૪૪ નિષેક સુધી ગોઠવે છે. એટલે દલરચનાના અંતર્મુહૂર્તમાંથી એક-એક સમયે એક-એક નિષેકમાં રહેલું દલિક ભોગવાઈને નાશ પામતું જાય છે. તેમ તેમ બાકી રહેલા નિષેકમાં જ દલરચના થાય છે. એટલે પ્રથમસમયે ઉદયવતીમાં ૪૪ નિપકમાં અને અનુદયવતીમાં ૪૨ નિષેકમાં દલરચના થાય છે. બીજા સમયે ઉદયવતીમાં ૪૩ નિષેકમાં અને અનુદયવતીમાં ૪૧ નિષેકમાં દલરચના થાય છે.
એ રીતે, દરેક સમયે દલરચનાના સ્થાનો ઓછા થતા જાય છે. પરંતુ અપૂર્વકરણના પ્રથમસમયે જે ૪૪મું ચરમદલરચનાનું સ્થાન હતું તે જ બીજા-ત્રીજા વગેરે સમયે પણ ચરમદલરચનાના સ્થાન તરીકે જ રહે છે. એ છેલ્લા=૪૪મા દલરચનાના સ્થાનને “ગુણશ્રેણીનું શીર્ષ” કહે છે.
મિથ્યાત્વગુણઠાણાની છેલ્લી બે આવલિકા બાકી રહે છે. ત્યારે મિથ્યાત્વમોહનીયની સમ્યકત્વનિમિત્તકગુણશ્રેણી બંધ પડે છે અને ઉપશમસમ્યકત્વ પામ્યા બાદ થોડા કાળ પછી [અંતર્મુહૂર્ત પછી] બાકીની કર્મપ્રકૃતિની સમ્યત્વનિમિત્તકગુણશ્રેણી બંધ પડે છે. (૨) દેશવિરતિગુણશ્રેણી -
અવિરતસમ્યગ્દષ્ટિજીવો દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ માટે અને દેશવિરતિધરજીવો સર્વવિરતિને પ્રાપ્ત કરવા માટે યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ કરે છે પણ અનિવૃત્તિકરણ કરતા નથી. કારણકે