________________
મોહનીયની પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ કરવો હોય, તો અનિવૃત્તિકરણ કરવું પડે. પણ મોહનીયની પ્રકૃતિનો ક્ષયોપશમ કરવાને માટે અનિવૃત્તિ કરણ કરવાનું હોતું નથી એટલે દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ વખતે ક્રમશઃ અપ્રત્યાખ્યાનીય-૪નો અને પ્રત્યાખ્યાનીય-૪નો ક્ષયોપશમ કરવાનો હોવાથી અનિવૃત્તિકરણ થતું નથી.
અવિરતસમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેશવિરતિને પ્રાપ્ત કરવા માટે યથાપ્રવૃત્તકરણ કરીને અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે. તે વખતે સ્થિતિઘાત, રસઘાત, અપૂર્વસ્થિતિબંધ શરૂ થાય છે. પણ ગુણશ્રેણી શરૂ થતી નથી. જ્યારે અવિરતસમ્યક્ત્વી તિર્યંચ-મનુષ્યો અપૂર્વકરણ પૂર્ણ કરીને દેશવિરતિને પ્રાપ્ત કરે છે ત્યારે દેશવિરતિગુણશ્રેણી શરૂ થાય છે.
દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા દેશવિરતિની પ્રાપ્તિના પ્રથમસમયે આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યકર્મદલિકો ઉતારીને ઉદયવતીકર્મપ્રકૃતિમાં ઉદય પ્રાપ્તનિષેકથી અને અનુદયવતીકર્મપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી માંડીને અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. તે “દેશવિરતિગુણશ્રેણી” કહેવાય.
ચિત્રનં૦૩૦માં બતાવ્યા મુજબ અસકલ્પનાથી.... કર્મપ્રકૃતિની અંતઃકોકોસાળ સ્થિતિસત્તા=૧૦૦ સમય. દલરચનાનું અંતર્મુહૂર્ત = ૪૦ સમય. ઉદયાવલિકા = ૨ સમય
માનવામાં આવે, તો... દેશવિરતિધર શ્રાવક દેશવિરતિના પ્રથમસમયે આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની અંતઃકોકોસા૦=૧૦૦સમયની સ્થિતિના ઉપરના ભાગમાંથી અપવર્તનાક૨ણથી અસંખ્યકર્મદલિકો ઉતારીને ઉદયવતીપ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવતીપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી=૩જા નિષેકથી માંડીને અંતર્મુહૂર્ત=૪૦ સમય=૪૦નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે.
૨૯૮