________________
સમ્યકત્વાદિવિશિષ્ટગુણની પ્રાપ્તિ વખતે અને વિશિષ્ટગુણપ્રાપ્ત થયા પછી અંતર્મુહૂર્ત સુધી જીવ અનંતગુણવિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલો હોવાથી પહેલા સમયે જેટલા દલિકો નીચે ઉતારે છે. તેનાથી અસંખ્યગુણદલિકો બીજા સમયે નીચે ઉતારે છે. તેનાથી અસંખ્યગુણદલિકો ત્રીજા સમયે નીચે ઉતારે છે. એ રીતે, અંતર્મુહૂર્ત સુધી અસંખ્યગુણાકારે કર્મદલિકોને નીચે ઉતારે છે.
જે ઉદયવતીપ્રકૃતિના જેટલા દલિકોને પ્રથમસમયે નીચે ઉતારે છે. તેમાંથી તે ઉદયવતી પ્રકૃતિના ઉદયપ્રાસનિષેકમાં થોડા ગોઠવે છે. તેનાથી અસંખ્યગુણદલિકો બીજાનિષેકમાં ગોઠવે છે. તેનાથી અસંખ્યણદલિકો ત્રીજાનિષેકમાં ગોઠવે છે. એ રીતે, પ્રથમસમયે ઉતારેલા દલિકો અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. અને જે અનુદયવતી પ્રકૃતિના જેટલા દલિકોને પ્રથમસમયે નીચે ઉતારે છે. તેમાંથી અનુદયવતી પ્રકૃતિની ઉદયાવલિકા ઉપરના પ્રથમ નિષેકમાં થોડા ગોઠવે છે. તેનાથી અસંખ્યગુણ દલિકો બીજાનિષેકમાં ગોઠવે છે. એ રીતે. પ્રથમસમયે ઉતારેલા દલિક અંતમુહૂર્તના સમય જેટલા નિષેકમાં ગોઠવે છે.
એ જ રીતે, બીજા, ત્રીજા વગેરે સમયમાં ઉતારેલા દલિકોને ઉદયવતી પ્રકૃતિમાં ઉદયસમયથી અને અનુદયવતી પ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી અંતર્મુહૂર્તના છેલ્લા સમય=છેલ્લાનિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. તેને બદલરચનારૂપ ગુણશ્રેણી” કહે છે.
જેટલા સમયમાં દલરચનારૂપ ગુણશ્રેણી થાય છે. તેટલા સમયને ગુણશ્રેણીનો “આયામ” કહે છે. '
પ્રથમસમયે જેટલા દલિકો ભોગવાઇને નાશ પામે છે. તેનાથી બીજા સમયે અસંખ્ય ગુણદલિકો ભોગવાઇને નાશ પામે છે. તેનાથી ત્રીજા સમયે અસંખ્યગુણદલિકો ભોગવાઈને નાશ પામે છે. એ રીતે, ક્રમશઃ અસંખ્યગુણાકારે દલિકોને ભોગવીને નાશ કરવાની ક્રિયાને “કર્મનિર્જરારૂપ ગુણશ્રેણી” કહે છે.
* ૨૯૫