________________
(૧) સમ્યકત્વગુણશ્રેણી -
ઉપશમસમ્યકત્વને પ્રાપ્ત કરતી વખતે જીવ અપૂર્વકરણના પ્રથમ સમયે આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની નિષકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી નીચે ઉતરતાં કર્મદલિકોને ઉદયવતી પ્રકૃતિના ઉદયસમયથી અને અનુદયવતી પ્રકૃતિની ઉદયાવલિકા ઉપરના પ્રથમસમયથી માંડીને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળથી કાંઈક અધિકકાળ સુધીના અંતર્મુહૂર્તમાં પૂર્વ પૂર્વના સમયથી નિષેકથી) પછી પછીના સમયમાં નિષેકમાં] ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. તે “સમ્યક્તગુણશ્રેણી” કહેવાય. ચિત્રનં ૨૮ અને ૨૯માં બતાવ્યા મુજબ અસતુકલ્પનાથી..
કર્મપ્રકૃતિની અંતઃકોકો સાવ સ્થિતિસત્તા=૧૧૦ સમય. બેકરણના કાળથી કાંઈક અધિકકાળ [દલરચનાનું અંતર્મુહૂર્ત]=૪૪ સમય..
ઉદયાવલિકા=રે સમય
માનવામાં આવે, તો.... ઉપશમસમ્યકત્વને પ્રાપ્ત કરતી વખતે દેવ અપૂર્વકરણના પ્રથમ સમયે મિથ્યાત્વમોહનીયની અંતઃકો૦કોસા)=૧૧૦ સમયની સ્થિતિના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યકર્મદલિકોને ઉતારે છે. તેમાંથી પ્રથમસમયમાં=ઉદયપ્રાણનિષેકમાં થોડા દલિકોને ગોઠવે છે. તેનાથી બીજા સમયમાં=બીજાનિષેકમાં અસંખ્ય ગુણદલિકોને ગોઠવે છે. તેનાથી ત્રીજા સમયમાં ત્રીજાનિષેકમાં અસંખ્ય ગુણદલિકોને ગોઠવે છે. એ રીતે, બેકરણના કાળથી કાંઈક અધિકકાળ=૪૪સમય=૪૪નિષેકમાં ક્રમશ: અસંખ્યગુણાકારે દલિકોને ગોઠવે છે અને ચિત્રનં૦૨૯માં બતાવ્યા મુજબ અનુદયવતીપ્રકૃતિમાં ઉદયાવલિકાની ઉપરના પ્રથમસમયમાં=૩જાનિષેકમાં થોડા દલિકોને ગોઠવે છે. તેનાથી ૪થા નિષેકમાં અસંખ્યગુણદલિકોને ગોઠવે છે. તેનાથી ૫ મા નિષેકમાં અસંખ્યગુણદલિકોને ગોઠવે છે: એ રીતે, બે કરણના કાળથી કાંઇક અધિકકાળ=૪૪ સમય=૪૪ નિષેકમાં ક્રમશ: અસંખ્યગુણાકારે દલિકોને ગોઠવે છે. એ જ રીતે, બીજા સમયે અસંખ્યગુણદલિકોને ઉતારીને મિથ્યાત્વાદિ
૨૯૬