________________
કે તેનાથી વૈક્રિયદ્ધિકને અસંખ્યગુણ કર્મદલિકો મળે છે. કારણકે સમ્યગ્દષ્ટિ
મનુષ્ય ભવના પ્રથમસમયે દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિ બાંધતી વખતે વૈક્રિયદ્ધિકને બાંધે છે. તે વખતે તેને લબ્ધિ-અપર્યાપ્તસૂક્ષ્મનિગોદીયાથી
અસંખ્યગુણયોગ હોવાથી અસંખ્યગુણ દલિકો ગ્રહણ કરે છે. * તેનાથી આહારકદ્ધિકને અસંખ્યગુણ દલિકો મળે છે. કારણકે
અપ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય-૩૧ પ્રકૃતિ બાંધતી વખતે આહારકદ્ધિકને બાંધે છે. તે વખતે તેને અપર્યાપ્તસંજ્ઞીથી અસંખ્યગુણયોગ હોવાથી
અસંખ્યગુણ દલિકો ગ્રહણ કરે છે. શરીરનામકર્મની જેમ સંઘાતનનામકર્મનું અલ્પબદુત્વ સમજવું. આનુપૂર્વી - પંચમકર્મગ્રન્થની સ્વોપજ્ઞટીકામાં, કમ્મપયડીની ટીકામાં, ચૂર્ણિમાં, આનુપૂર્વીનું જઘન્યપદે અલ્પબદુત્વ ઉત્કૃષ્ટપદની જેમ કહ્યું છે. દશક
ત્રસનામકર્મને સૌથી ઓછા કર્મદલિતો મળે છે. કારણકે લબ્ધિઅપર્યાપ્તાસૂક્ષ્મનિગોદીયાજીવો ભવના પ્રથમસમયે તિર્યંચપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિ બાંધતી વખતે ત્રસનામકર્મને બાંધે છે. કે તેનાથી સ્થાવરનામકર્મને વિશેષાધિક કર્મલિકો મળે છે. કારણકે
લબ્ધિ-અપ સૂક્ષ્મનિગોદીયાજીવો ભવના પ્રથમસમયે એકે પ્રાયોગ્ય-ર૬ પ્રકૃતિ બાંધતી વખતે સ્થાવરનામકર્મને બાંધે છે. તે વખતે નામકર્મના દલિકના-૨૬ ભાગ થવાથી તે પ્રકૃતિને થોડા વધુ દલિતો મળે છે.
એ જ રીતે, બાદર-સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત, પ્રત્યેક-સાધારણનું અલ્પબદુત્વ સમજવું... બાકીની નામકર્મની પ્રકૃતિનું જઘન્યપદે અલ્પબદુત્વ નથી. શાતા-અશાતા અને નીચગોત્ર-ઉચ્ચગોત્રકર્મનું પણ જઘન્યપદે અલ્પબદુત્વ નથી. ' અંતરાયકર્મમાં ઉત્કૃષ્ટપદની જેમ જઘન્યપદે અલ્પબદુત્વ સમજવું. (૫૬) કર્મપ્રકૃતિના ટીપ્પણકાર મુનિચંદ્રસૂરિમહારાજાનું એવું માનવું છે કે, જઘન્યપદે ગતિની જેમ આનુપૂર્વીનું અલ્પબદુત્વ હોવું જોઇએ.
* ૨૯૩