________________
* તેનાથી દેવગતિને અસંખ્યગુણ કર્મદલિકો મળે છે. કારણકે સમ્યગૃષ્ટિ મનુષ્ય ભવના પ્રથમસમયે દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિ બાંધતી વખતે દેવગતિને બાંધે છે. તે વખતે તેને લબ્ધિ-અપર્યાપ્તસૂક્ષ્મનિગોદીયાથી
અસંખ્યગુણયોગ હોવાથી અસંખ્યગુણ દલિકો ગ્રહણ કરે છે. * તેનાથી નરકગતિને અસંખ્યગુણ કર્મદલિકો મળે છે. કારણકે પર્યાપ્તઅસંજ્ઞીપંચેન્દ્રિય નરકમાયોગ્ય-૨૮ પ્રકૃતિ બાંધતી વખતે નરકગતિને બાંધે છે તે વખતે તેને અપર્યાપ્તસંજ્ઞીથી અસંખ્યગુણયોગ હોવાથી
અસંખ્યગુણ દલિકો ગ્રહણ કરે છે. જાતિ :
બેઇન્દ્રિયાદિ-૪ જાતિને સૌથી ઓછા કર્મદલિકો મળે છે. કારણ કે લબ્ધિ-અપર્યાપ્તાસૂક્ષ્મનિગોદીયાજીવો ભવના પ્રથમ સમયે તિર્યંચપ્રાયોગ્ય૩૦ પ્રકૃતિ બાંધતી વખતે બેઇન્દ્રિયાદિ-૪ જાતિને બાંધે છે. તે વખતે યોગ અલ્પ હોય છે અને નામકર્મના દલિકના-૩૦ ભાગ થાય છે. તેથી જ જાતિને ઓછા દલિકો મળે છે. કે તેનાથી એકેન્દ્રિયજાતિને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણકે
લબ્ધિ-અપ, સૂક્ષ્મનિગોદીયોજીવ ભવના પ્રથમસમયે એકે)પ્રાયોગ્ય-૨૬ પ્રકૃતિ બાંધતી વખતે એકે૦ જાતિને બાંધે છે. તે વખતે નામકર્મના દલિકના-૨૬ ભાગ થવાથી તેને થોડા વધુ દલિકો મળે છે. શરીર-અંગોપાંગ -
દારિકદિકને સૌથી ઓછા કર્મદલિકો મળે છે. કારણકે લબ્ધિ અપર્યાપ્તસૂક્ષ્મનિગોદીયાજીવો ભવના પ્રથમસમયે તિર્યંચપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિ બાંધતી વખતે ઔદારિકદ્ધિકને બાંધે છે. તે વખતે યોગ અલ્પ હોય છે. અને નામકર્મના દલિકના-૩૦ ભાગ થાય છે. તેથી ઔદારિકદ્ધિકને ઓછા દલિકો મળે છે. * તેનાથી તૈજસશરીરને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી કાર્યણશરીરને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે.