________________
મળે છે અને કૃષ્ણવર્ણની અપેક્ષાએ લીલાવર્ણને થોડા વધારે દલિકો મળે છે. તથા દુર્ભગની અપેક્ષાએ સુભગને ઓછા દલિકો મળે છે અને સુભગની અપેક્ષાએ દુર્ભગને વિશેષાધિક દલિકો મળે છે. એ રીતે, કર્મદલિકનું અલ્પબદ્ભુત્વ પિંડપ્રકૃતિમાં અથવા પ્રતિપક્ષીપ્રકૃતિમાં સંભવે છે. નિર્માણાદિ-૬ પ્રકૃતિ પિંડપ્રકૃતિ કે પ્રતિપક્ષીપ્રકૃતિ નથી. એક-એક જ પ્રકૃતિ છે. તેથી તે પ્રકૃતિમાં કર્મદલિકનું અલ્પબહુત સંભવતું નથી. ગોત્રકર્મ :
નીચગોત્રને સૌથી ઓછા કર્મદલિકો મળે છે. * તેનાથી ઉચ્ચગોત્રને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણ કે ૧૦માં
ગુણઠાણે આયુષ્ય અને મોહનીયના દલિકોનો થોડો ભાગ મળે છે. અંતરાયકર્મ - દાનાંતરાયને સૌથી ઓછા કર્મદલિકો મળે છે. કે તેનાથી લાભાન્તરાયને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. કે તેનાથી ભોગાન્તરાયને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. કે તેનાથી ઉપભોગાન્તરાયને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિતો મળે છે. કે તેનાથી વીર્યાન્તરાયને તથાસ્વભાવે વિશેષાધિક કર્મલિકો મળે છે. જઘન્યપદે અલ્પબહુત્વ -
જઘન્યયોગવાળો જીવ ઓછામાં ઓછા કાર્મણસ્કંધોને ગ્રહણ કરે છે. અને જ્યારે વધુમાં વધુ મૂળ કે ઉત્તરપ્રકૃતિ બંધાતી હોય. ત્યારે તે તે પ્રકૃતિને ઓછા દલિકો મળે છે. એ નિયમને ધ્યાનમાં રાખીને કઈ પ્રકૃતિને કોનાથી ઓછો કે વધારે ભાગ મળે છે? એ જણાવવા માટે ગ્રન્થકારભગવંતે સ્વોપટીકામાં જઘન્યપદે અલ્પબદુત્વ કહ્યું છે. જ્ઞાનાવરણીયમાં ઉત્કૃષ્ટપદની જેમ જઘન્યપદે અલ્પબદુત્વ સમજવું... દર્શનાવરણીય -
નિદ્રાને સૌથી ઓછા કર્મદલિકો મળે છે. * તેનાથી પ્રચલાને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. * તેનાથી પ્રચલા પ્રચલાને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. ત્યાર પછી ઉત્કૃષ્ટપદની જેમ અલ્પબહુત્વ સમજવું.
૬ ૨૯૦