________________
* તેનાથી ઔદારિક-કાશ્મણબંધનને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી ઔદારિક-તૈજસ-કાશ્મણને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી તૈજસ-તૈજસબંધનને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. * તેનાથી તૈજસ-કાશ્મણબંધનને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. * તેનાથી કાર્પણ-કાર્પણબંધનને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. શરીરનામકર્મની જેમ સંઘાતનનામકર્મનું અલ્પબદુત્વ સમજવું. સંઘયણ :
પહેલા ૫ સંઘયણને સૌથી ઓછા કર્મદલિકો મળે છે અને પરસ્પર તુલ્ય મળે છે. કારણ કે મનુષ્યપ્રાયોગ્ય ૨૯ કે તિર્યંચપ્રાયોગ્ય૨૯ પ્રકૃતિ બાંધતી વખતે ૫ સંઘયણ બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-૨૯ ભાગ થવાથી તે પ્રકૃતિને ઓછા દલિકો મળે છે. કે તેનાથી છેલ્લાસંઘયણને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણ કે
અપર્યાપ્ત ત્રસકાયોગ્ય-ર૫ પ્રકૃતિ બાંધતી વખતે છેવટ્ટે બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-૨૫ ભાગ થવાથી તે પ્રકૃતિને થોડા વધુ કર્મચલિકો મળે છે. સંસ્થાન :
મધ્યમ-૪સંસ્થાનને સૌથી ઓછા કર્મદલિકો મળે છે અને પરસ્પર તુલ્ય મળે છે. કારણ કે મનુષ્યપ્રાયોગ્ય-૨૯ કે તિર્યંચપ્રાયોગ્ય૨૯ પ્રકૃતિ બાંધતી વખતે મધ્યમસંસ્થાન બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-૨૯ ભાગ થવાથી તે પ્રકૃતિને ઓછા દલિકો મળે છે. કે તેનાથી પહેલા સંસ્થાનને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણ કે દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિ બાંધતી વખતે પહેલુસંસ્થાન બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-૨૮ ભાગ થવાથી તેને થોડા વધુ દલિકો મળે છે. કે તેનાથી છેલ્લાસંસ્થાનને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણ કે અપર્યાપ્ત એક0પ્રાયોગ્ય-ર૩ પ્રકૃતિ બાંધતી વખતે હુડકસંસ્થાન બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-૨૩ ભાગ થવાથી તેને થોડા વધુ દલિકો મળે છે.