________________
જેમ અતિશય ચીકણા, દ્રાક્ષની જેમ પતલા પ્રદેશવાળા અને સ્ફટિકના ઘરની જેમ નિબિડ [ગાઢ] હોય છે.
દેશઘાતી રસસ્પદ્ધકો અનેકપ્રકારના છિદ્રવાળા હોય છે. કેટલાક સાદડીની જેમ અનેક મોટા કાણાવાળા હોય છે. કેટલાક કાંબળીની જેમ મધ્યમકાણાવાળા હોય છે. કેટલાક વસ્ત્રની જેમ અત્યંત સૂક્ષ્મકાણાના સમૂહવાળા હોય છે. સ્ટેજ ચીકણા હોય છે. રસમાં શુભાશુભતા -
“જે કાર્યનું કારણ અશુભ હોય, તે કાર્ય અશુભ ગણાય.” એ ન્યાયે અશુભપ્રકૃતિના રસનું સંક્લિષ્ટઅધ્યવસાયરૂપ કારણ અશુભ હોવાથી રસરૂપ કાર્ય અશુભ ગણાય છે. તથા જે કાર્યનું કારણ શુભ હોય, તે કાર્ય શુભ ગણાય. એ ન્યાયે શુભપ્રકૃતિના રસનું વિશુદ્ધઅધ્યવસાયરૂપ કારણ શુભ હોવાથી રસરૂપ કાર્ય શુભ ગણાય છે. એટલે ગ્રન્થકારભગવંતે અશુભપ્રકૃતિનો રસ અશુભ અને શુભપ્રકૃતિનો રસ શુભ કહ્યો છે. એકેન્દ્રિયાદિ-૧૭ પ્રકૃતિના ઉ0રસબંધના સ્વામી :तिव्वमिगथावरायव, सुरमिच्छा विगलसुहुमनिरयतिगं । तिरिमणुआउ तिरिनरा, तिरिदुग छेवट्ठ सुरनिरया ॥ ६६॥ तीव्रमेकस्थावरातपस्य सुरमिथ्यादृष्टयः विकलसूक्ष्मनरकत्रिकम् । तिर्यग्मनुजायुस्तिर्यग्नरास्तिर्यग्द्विकच्छेदपृष्ठस्य सुरनारकाः ॥६६॥
ગાથાર્થ - એકેન્દ્રિય, સ્થાવર, આતપનો ઉત્કૃષ્ટરસ મિથ્યાષ્ટિદેવો જ બાંધે છે. વિકલેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિક, નરકત્રિક, તિર્યંચાયું અને મનુષ્પાયુનો ઉત્કૃષ્ટરસ તિર્યચ-મનુષ્યો જ બાંધે છે. તથા તિર્યંચદ્ધિક અને છેવટ્ટાસંઘયણનો ઉત્કૃષ્ટરસ દેવ-નારકો જ બાંધે છે.
વિવેચન :- સામાન્યથી અશુભપ્રકૃતિનો ઉસ્થિતિબંધ કરતી વખતે ઉ૦રસબંધ થાય છે અને ૩ આયુ વિના શુભપ્રકૃતિનો સંજ્ઞીને યોગ્ય જળસ્થિતિબંધ કરતી વખતે ઉ૦રસબંધ થાય છે.
૨૦૭T