________________
ભવ્યજીવને કાલાન્તરે શ્રેણીમાં અવશ્ય તૈજસાદિના અનુભૃષ્ટરસબંધનો અંત થવાનો છે. તેથી ભવ્યની અપેક્ષાએ અનુભૃષ્ટરસબંધ અધ્રુવ છે અને અભવ્યજીવ ક્યારેય શ્રેણી માંડવાનો નથી. તેથી તૈજસાદિના અનુભૃષ્ટરસબંધનો અંત આવવાનો નથી. એટલે અભવ્યની અપેક્ષાએ અનુભૃષ્ટરસબંધ ધ્રુવ છે.
ક્ષપકશ્રેણીમાં ૮મા ગુણઠાણાના છઠ્ઠાભાગના છેલ્લાસમયે તૈજસાદિના ઉ૦૨સબંધની સાદિ થાય છે અને તે ઉ૦૨સબંધ એક જ સમય થતો હોવાથી ત્યારપછીના સમયે ઉરસબંધ અપ્રુવ થાય છે. તે ઉરસબંધ એક જ સમય થતો હોવાથી અનાદિ-ધ્રુવ ભાંગો હોતો નથી.
ચારેગતિના મિથ્યાર્દષ્ટિજીવો અતિસંક્લેશથી તૈજસાદિ-૮ પ્રકૃતિનો ઉસ્થિતિબંધ કરતી વખતે જરસબંધ કરે છે. તે વખતે તે પ્રકૃતિના જ૦રસબંધની સાદિ થાય છે. તે જઘન્યરસબંધ ૧ કે ૨ સમય સુધી જ થાય છે. એટલે ૧ કે ૨ સમય પછી જ૦૨સબંધ અપ્રુવ થાય છે અને અજઘન્યરસબંધની સાદિ થાય છે. ફરી કાલાન્તરે તે જીવ અતિસંક્લેશથી તૈજસાદિનો જરસબંધ કરે છે તે વખતે તૈજસાદિનો અજઘન્યરસબંધ અવ થાય છે. એ રીતે, તૈજસાદિનો જઘન્યરસબંધ અને અજઘન્યરસબંધ વારંવાર થતો હોવાથી સાદિ-અધ્રુવ જ છે. અનાદિ-ધ્રુવ નથી. મૂળકર્મના જઘન્યાદિસબંધમાં ભાંગા :
ક્ષપકશ્રેણીમાં ૧૦મા ગુણઠાણાના છેલ્લાસમયે વેદનીય [શાતા], નામકર્મ [યશ] અને ગોત્ર [ઉચ્ચગોત્ર]કર્મના ઉરસબંધની સાદિ થાય છે. અને તે ઉરસબંધ એક જ સમય થતો હોવાથી ત્યારપછીના સમયે વેદનીયાદિનો ઉ૦રસબંધ અપ્રુવ થાય છે. તે ઉરસબંધ એક જ સમય થતો હોવાથી અનાદિ-ધ્રુવ નથી.
ઉપશમશ્રેણીમાં ૧૦મા ગુણઠાણાના છેલ્લાસમયે વેદનીયાદિ-૩નો અનુત્કૃષ્ટરસબંધનો નાશ થાય છે. પછી ૧૧મા ગુણઠાણે રસબંધ થતો નથી. ૧૧મા ગુણઠાણેથી પડીને જીવ ૧૦મા ગુણઠાણે આવે છે. ત્યારે વેદનીયાદિ-૩ મૂળકર્મના અનુભૃષ્ટરસબંધની સાદિ થાય છે. શ્રેણીમાં ૧૦મા ગુણઠાણે કયારેય નહીં આવેલા જીવની અપેક્ષાએ વેદનીયાદિ-૩
૨૪૬