________________
લોકમાં રહેલા દ્વિપ્રદેશી ધના સમૂહને બીજીવર્ગણા કહે છે. લોકમાં રહેલા ત્રિપ્રદેશીસ્કંધના સમૂહને ત્રીજીવર્ગણા કહે છે. લોકમાં રહેલા ચતુર્ખદેશીસ્કંધના સમૂહને ચોથીવર્ગણા કહે છે.
એ રીતે, સંખ્યાતપ્રદેશીસ્કંધના સમૂહની સંખ્યાતમીવર્ગણા હોય છે. અસંખ્યાતપ્રદેશીસ્કંધના સમૂહની અસંખ્યાતીવર્ગણા હોય છે. અને અનંતપ્રદેશીસ્કંધના સમૂહની અનંતમીવર્ગણા હોય છે. | પહેલી વર્ગણાથી માંડીને છેલ્લી અનંતમીવર્ગણા સુધીની અનંતવર્ગણામાં રહેલા કંધો અલ્પ પરમાણુવાળા અને સ્થૂલ પરિણામવાળા હોય છે. તેથી તે પુદ્ગલસ્કંધોથી જીવ ઔદારિકશરીર બનાવી શકતો ન હોવાથી તે પુદ્ગલસ્કંધોને જીવ ગ્રહણ કરતો નથી એટલે તે અનંતવર્ગણાનો એકવિભાગમાં સમાવેશ કરીને તેને અગ્રહણયોગ્ય પ્રથમવર્ગણા કહે છે. (૨) ઔદારિક ગ્રહણયોગ્યવર્ગણા :
પ્રથમવર્ગણામાં રહેલી પેટાવર્ગણાઓમાંથી છેલ્લી ઉ૦વર્ગણામાં રહેલા સ્કંધમાં એક પરમાણુ ઉમેરવાથી અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિના અનંતમા ભાગ જેટલા પરમાણુ થાય છે. તેટલા પરમાણુના બનેલા સ્કંધના સમૂહને પ્રથમજઘન્યવર્ગણા કહે છે. તેનાથી એક પરમાણુ અધિક હોય એવા સ્કંધના સમૂહને બીજીવર્ગણા કહે છે. તેનાથી એક પરમાણુ અધિક હોય એવા સ્કંધના સમૂહને ત્રીજી વર્ગણા કહે છે.
એ રીતે, એક-એક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની ચોથી-પાંચમી વગેરે અનંતવર્ગણાઓ હોય છે તે અનંતવર્ગણામાં રહેલા સ્કંધોથી જીવ ઔદારિક શરીર બનાવી શકે છે. તેથી તે અનંતવર્ગણાના એકવિભાગને ઔદારિકશરીરને માટે ગ્રહણયોગ્ય બીજીવર્ગણા કહે છે.
ઔદારિકગ્રહણયોગ્ય જઘન્યવર્ગણાના એકસ્કંધમાં જેટલા પરમાણુ હોય છે તેનાથી તેનો અનંતમોભાગ પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની ઉ0વર્ગણા થાય છે. એ અનંતમાભાગમાં પણ અનંત પરમાણુ હોય છે. એટલે જઘન્યવર્ગણાથી માંડીને ઉ૦વર્ગણા સુધીની અનંતવર્ગણાઓ થાય છે.